Abtak Media Google News

જોકે કપાસના વધુ ભાવ મળતા કપાસના વાવેતર પર ખેડુતોનો ઝુકાવ વધુ રહે તે સ્વાભાવીક હોઈ આગામી ખરીફ સીઝનમાં મગફળીના વાવેતરમાં 25 થી 30 ટકાનો કાપ આવવાની શકયતા

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠનના પ્રમુખ સમીર શાહે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છેકે, સોરાષ્ટ્રના ખેતી વિષયક બાબતોના નિષ્ણાત છો ને સૌરાષ્ટ્રની ખરીફ ખેતીમાં મગફળીને કપાસ બે મુખ્ય પાકો છે તે વાતથી સુવિદિત છો . છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળીના સારા ભાવો મળ્યા તેમજ શિયાળુ વાવેતરની તક મળતા મગફળીના વાવેતર તરફ ખેડૂતો નો ઝુકાવ વધ્યો છે . આ વર્ષે પણ સોરાષ્ટ્રના ખેડૂતોને મગફળીનો MSPની આસપાસનો એટલે કે પ્રતિ મણ ( 20 કિલો ) રૂ. 1000 થી રૂ. 1150 જેવો ભાવ મળ્યો છે.

પરંતુ કપાસ ના ભાવો આ વર્ષે અભૂત પુર્વ રહ્યા છે અને ખેડૂતોને કપાસ ભાવ પ્રતિ મણ રૂ. 2000 જેવા મળ્યા છે . આને કારણે આગામી ખરીફ સીઝનમાં ખેડૂતોનો કપાસના વાવેતર પરનો ઝુકાવ વધારે રહે તે સ્વાભાવિક છે . જેને કારણે મગફળીના વાવેતર માં આગામી ખરીફ સીઝનમાં 25 થી 30 % નો કાપ આવે તેવી શક્યતા છે. આપણા દેશમાં ખાદ્યતેલની મોટી ખાધ છે અને દર વર્ષે આપણે આપણી ખાદ્યતેલની જરૂરિયાતના 65 % જેટલું તેલ વિદેશો થી આયાત કરવું પડે છે .

તેવા સમયે મગફળી જેવા વધુ માત્રામાં તેલની ટકાવારી ધરાવતા તેલિબિયાંનું ઉત્પાદન ઘટે તો તે આપણા દેશના અર્થતંત્ર પર ધાતક અસરકારક નિવડે અને ખાદ્યતેલ ક્ષેત્રે સ્વાવલંબી બનવાનું  પ્રધાનમંત્રીનું  મિશન નિષ્ફળતા પ્રાપ્ત કરે . અત્રે એ જણાવવું ઘટે કે મગફળીમાં ( ફોતરા સહિત ) 28 % થી 33 % જેટલી માતબર માત્રામાં તેલની ટકાવારી હોય છે ને ફોતરા કાઢી નાખેલ શિંગદાણામાં 45 % થી 53 % જેટલું તેલ હોય છે .

જ્યારે કપાસિયા તથા સોયાબીન જેવા તેલિબિયા માથી માત્ર 15 થી 18 % જેટલું તેલ મળે છે. આમ સોરાષ્ટ્ર કે જે મગફળી ઉત્પાદનનું સૌથી મોટું ઇંઞઇ છે ત્યાં જો મગફળી ના વાવેતરમાં મોટો કાપ આવે તો તે અર્થતંત્રને નુકસાન કર્તા બની રહેશે . મગફળી અને તેમાથી પેદા થતા શિંગતેલમાં ભરપુર પોષક દ્રવ્યો રહેલ છે અને તેમનું મોટું ઉત્પાદન અને બહોળો ઉપયોગ દેશની ખાદ્યતેલની ખાધ અને કુપોષણની સમસ્યા બંનેનો ઉકેલ લાવી શકે છે મગફળીનું ઓછું ઉત્પાદન થાય તો તેમાથી પેદા થતા શીંગતેલના ભાવો વધે ,

આ તમામ જોતાં રાજયમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન જળવાઈ રહે તે જોવું જરૂરી છે. આ માટે મગફળી વાવેતર પર કોઈ પ્રકારનું બોનસ / રોકડ સહાય / એડીશ્નલ વીમા કવચ વગેરે પ્રકારના લાભો જો સરકાર તરફથી જાહેર કરાય તો આ વાવેતર માં ઘટાડો ન  થાય જેથી આ દિશામાં શિધ્ર કોઈ નકકર પગલા લેવા પણ અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.