Abtak Media Google News

સંગીત સંધ્યા, નાટીકા, સૂવર્ણપ્રાશન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન

બોલબાલા ચેરી. ટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફી હર હંમેશ તેના વરિષ્ઠ સભ્યો માટે કંઇક ને કંઇક નવી પ્રવૃતિનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને જૂનાગઢના ખ્યાતનામ કલાકાર “ગોલ્ડન વોઇસ ઓફ મુકેશ ડો. ફૈયાઝ મુનશીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સમયે ડો. ફૈયાઝ  મુનશીએ મુકેશના કંઠે ગવાયેલા જૂના ફિલ્મી ગીતો વીણી-વીણીને ચુંટાયેલા ગીતો રજૂ કરી વરિષ્ઠ નાગરિકોને ભૂતકાળનની યાદોને તાજી કરાવી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતાં. જ્યારે આ પ્રસંગે બાળ કલાકાર હર્ષલ ભટ્ટે વાતાવરણને હળવું બનાવવા કિશોર કુમારના મસ્તી ભર્યા ગીતો રજૂ કર્યા હતાં.

ત્યારબાદ બોલબાલાના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયે સંસ તરફી કાર્યક્રમની દ્રશ્ય શ્રાવ્ય સાધનો વડે વરિષ્ઠ નાગરિકોને વિગતો આપી ભાવી કાર્યક્રમ કાગવડની મુલાકાત તા ઓલ બોડી ચેકઅપ કાર્યક્રમની વિસ્તૃત વિગત આપી હતી.

“સંગીત સંધ્યા કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા માટે જયેશ ઉપાધ્યાય ચોવટીયાભાઇ, દાવડાભાઇ તેમજ સંસના કર્મચારી ભાઇઓએ જહેમત ઉઠાવી હતી. તેમજ બોલબાલા ટ્રસ્ટ તરફી તેના વરિષ્ઠ સભ્યોએ નાગરિકો માટે તા.૨૮/૭ને શનિવારના રોજ કવિ કલાગુરુ મહાકવિ કાલીદાસ રચિત સંગીત પ્રધાન નાટીકા રજની આર્ટ દ્વારા પ્રસ્તૃત મેઘદૂત નાટ્ય આયોજન મણીઆર હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૨૮ને શનિવારે સાંજે ૬:૦૦ કલાકે ‘વિજ્ઞાન જાા’ આયોજીત ડો. જયંત પંડ્યા આધારીત ‘ચમત્કારી ચેતો’ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

વિશેષમાં આગામી તા.૧૦/૮ને શુક્રવારના રોજ સવારના ૯:૦૦ થી સાંજના ૮:૩૦ સુધી ૧ થી ૧૫ વર્ષના બાળક માટે નિ:શુલ્ક મન્ત્રોષધિ નિ:શુલ્ક સુર્વણ પ્રાશન સંસ્કારનું આયોજન ૩, મીલપરા મે. રોડ બોલબાલા સંકુલ ખાતે કરવામાં આવેલ છે જેનો વધુ ને વધુ લાભ લેવા પ્રમુખ જયેશ ઉપાધ્યાયએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.