Abtak Media Google News
  • કોમી એકતાના કરાવ્યા દર્શન: ગ્રામજનોએ સરહનીય ધાર્મિક કાર્યને બિરદાવ્યું

ચોટીલા તાલુકાના આણંદપૂર (ભાડલા) ગામના વતનપ્રેમી વિરલા  જાણીતા બિલ્ડર  ગનીભાઇ આદમભાઇ વાડિયા ઘણા વર્ષોથી ગાંધીનગર મુકામે સ્થાયી છે. અને ત્યાં એક મોટા બિલ્ડર્સ છે અને તેમના બે પુત્રો કેનેડામાં સારા બિઝનેસ ધરાવે છે. કોમી એકતાના દર્શન કરાવતા તેઓએ આણંદપૂરની 100 મહિલાઓને વિવિધ હિન્દૂ યાત્રાધામની  જાત્રા કરવી હતી.

ગનીભાઇ વડીયા ઘણા સમયથી વતન છોડી ચાલ્યા ગયા છે. છતાં હજુ તેઓના દિલમાં  પોતાની જન્મભૂમિ પ્રત્યે અનહદ પ્રેમ  છે. ઘણા વર્ષોથી પોતાના વતન આણંદપૂરમાં  દાન અને સત્કર્મની સરિતા વહાવે છે. દર દિવાળીએ સહપરિવાર ગાંધીનગરની લક્ઝરીયસ લાઈફ મૂકી આનંદપૂર પોતાના બાપદાદાના આંગણે પોતાના ભાઈઓ અને આણંદપૂર ગામના દરેક જ્ઞાતિજનો સાથે હજારો રૂપિયાના ખર્ચે દિવાળીનુ પર્વ ઉજવે છે. ગામની ગરીબ હિન્દૂ અને મુસ્લિમ બહેનોને સાડી, મીઠાઈ અને રોકડ રકમ

ભેટ આપે છે. તાજેતરમાં તેઓએ આણંદપૂર ગામના 100 હિન્દૂ બહેનો અને ભાઇઓને આણંદપૂરથી  વીરપુર, કાગવડ, જૂનાગઢ, સતાધાર, રામપુરા, દ્વારિકા, બગદાણા જેવા ધાર્મિક સ્થળની યાત્રા કરાવી હતી. સારી હોટલમાં ચા નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરાવી હતી.

આ પહેલા બે વર્ષ પૂર્વે  પાંચ બસ બાંધી આણંદપૂર ગામના વેપારી, ગ્રામજનો અને ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ગાંધીનગર અક્ષરધામ મહોત્સવમાં અને મહુડી દર્શન કરાવ્યા હતા.ધાર્મિક કાર્યમાં આણંદપૂર રહેતા ગનીભાઇના નાનાભાઈ શબીરભાઈ અને સ્વ. ઇકબાલભાઈનો પરિવાર સારી સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.