Abtak Media Google News

હડતાળના એક માસ પછી પણ સરકાર ચર્ચા માટે આગળ વધતી નથી

રાજકોટ જિ.પંચા.માં વીસીઈ એ દેખાવો કર્યા હતા અને ‘સરકાર હવે અમારી પરીક્ષા લેવાનું બંધ કરે’ તેવું જણાવ્યું હતું.વેતન આપવા સહિતની માગણીઓને લઈને છેલ્લા 30 દિવસથી હડતાળ પર ઉતરેલા ગ્રામ પંચાયતનાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (વીસીઈ ) હવે આંદોલન ઉગ્ર બનાવવા આગળ વધી તેઓએ રોષ વ્યકત કર્યો હતો.

આજે રાજકોટ જિલ્લાનાં વીસીઈઓએ રાજકોટ જિલ્લા પંચાયતની કચેરી ખાતે એકત્ર થઈ દેખાવો યોજયા હતા. સરકાર હવે અમારી પરીક્ષા લેવાનું બંધ કરે અને વેતનની જાહેરાત કરે તેવું જણાવ્યું હતું. વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રનાં પ્રવાસ દરમિયાન સરકાર પગારની માગણીનો પ્રશ્ન ઉકેલે તેવી રજુઆત કરાઈ હતી.

આજે સવારે દરેક તાલુકાઓમાંથી વીસીઈ જિલ્લા પંચાયત કચેરીમાં આવેલા ગાર્ડનમાં બેનરો સાથે એકઠા થયા હતા. કમિશન પ્રથા બંધ કરો, અન્યાય બંધ કરો જેવા નારા સાથે સરકાર સામે રોષ વ્યક્ત કરી ડીડીઓને આવેદનપત્ર આપ્યુ હતુ. હાલ મગફળીની ખરીદી માટે નોંધણી ચાલુ છે ત્યારે હડતાળથી કામગીરી ખોરવાઈ ગઈ હોવાથી અધિકારીઓએ વીસીઈને ફરજ પર ચડી જવા અપીલ કરી હતી પરંતુ

દેખાવો કરી રહેલા વીસીઈએ આક્રોશ સાથે એવું કહયું હતું કે, સરકાર હવે અમારી પરીક્ષા લેવાનું બંધ કરે. હડતાળને 29 દિવસ થયા છતાં હજુ અમારી માગણીઓ અંગે કોઈ હકારાત્મક જવાબ આપ્યો નથી.કોમ્પ્યુટર ઓપરેટરોએ હડતાળ ચાલુ હોવાથી કામ ન કરવા મકકમ રહયા હતા. કેટલાક તાલુકાઓમાં વીસીઈને છૂટા કરવા પણ મૌખિક દબાણ હોવાનું કેટલાક વીસીઈએ કહયું હતુ.

વીસીઇ ઓએ જણાવ્યું હતું કે, 16 વર્ષથી અમારી પાસે પગાર વિના કમિશન બેઈઝ સરકાર કામ કરાવી રહી છે. ઈ ગ્રામ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરી હતી હવે તેઓ ટુંકમાં સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવી રહયા છે ત્યારે તેઓ અમારા પગાર અંગે જાહેરાત કરે તેવી અમારી રજુઆત છે.સરકાર પણ અમારા પ્રશ્નોનાં ઉકેલ માટે આગળ વધે નહિતર આગામી દિવસોથી આંદોલનનો મોરચો  ગાંધીનગરમાં ફેરવાશે તેવું વીસીઈ ઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.