Abtak Media Google News

શિયાળો એટલે એકદમ તાજા-રસદાર શાકભાજી અને ફળો ખાવાની સીઝન. શાકભાજીને જમવામાં અને ફૂટને એકલાં ખાઈને જો આપ કંટાળી ગયા હો તો આ શિયાળામાં ટ્રાય કરો વેજિટેબલ અને ફ્રૂટનું બેસ્ટ કોમ્બિનેશન ધરાવતા કેટલાક જૂસિસ, જે સ્વાદ અને પોષણ બન્નેની દૃષ્ટિએ બેસ્ટ છે

શિયાળામાં કુદરત આપણા પર મહેરબાન ઈને આખા વર્ષનાં બેસ્ટ શાકભાજી અને ફળોનો ભંડાર આપણી સામે ખડકી દે છે. જાણે કે કુદરત કહેતી હોય કે તમે જેટલાં શાકભાજી અને ફળો ખાઈ શકતા હો, જેટલું પોષણ મેળવી શકતા હો બસ મેળવી લો. પરંતુ આપણું નાનું પેટ બિચારું ગણીને બે વાર જમતું હોય છે. એમાં વધીને બે વાટકી શાકભાજી પેટમાં જવાની. ફળ પણ દિવસમાં એક કે બે ખાઈ શકવાના. ખૂબ હેલ્- કોન્શિયસ હો અને સેલડ ખાવાના શોખીન હો તો અલગ વાત છે કે બોલ ભરીને સેલડ ખાઈ લીધું, બાકી ખરા ર્અમાં શિયાળાનો ફાયદો આપણા રેગ્યુલર ખોરાકમાંથી ઉઠાવી શકાય નહીં. એ માટે એક સમય નક્કી કરીએ. સવારે ઊઠીને બ્રેકફાસ્ટ કરી લીધા પછી ૧૦-૧૧ વાગ્યે થોડીક ભૂખ લાગે છે ખરી. આ સમય આપણે શાકભાજી અને ફળોને આપીએ. જે લોકો બોલ ભરીને વેજિટેબલ અને ફ્રૂટ્સનું સેલડ બનાવી દરરોજ ખાઈ શકતા હોય તેમણે આ સમયે પોતાનું બોલ તૈયાર કરી લેવું અને ખાઈ લેવું. પણ ઘણા એવા પણ છે જેમને દરરોજ સેલડ ચાવવાનો કંટાળો આવતો હોય છે. તેમના માટે એક બીજો પણ હેલ્ધી ઑપ્શન છે. એ છે ફ્રૂટ અને વેજિટેબલનો મિક્સ જૂસ. કોઈ વાર સેલડ ચાવવાનો કંટાળો આવતો હોય કે સમારવાનો કે ખાવાનો સમય ન હોય ત્યારે જૂસ ઝટપટ બની જતો અને એનાી પણ વધુ ઝટપટ પિવાઈ જતો એક હેલ્ધી ઑપ્શન છે, જેમાંથી આપણને ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો મળે છે. આજે જાણીએ ક્રિટીકેર હોસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા પાસેી કેટલાક ફ્રૂટવેજી મિક્સ જૂસની રેસિપી.

લાઇટ ગ્રીન ડિલાઇટ જૂસ)

રીત :લગભગ ૨૫૦ ગ્રામ જેટલી દૂધી અને એક જામફળ કે પેરુના ટુકડા કરો. એની સો ૧ ઇંચનું આદું, ૧૦-૧૫ ફુદીનાનાં પાન ઉમેરો. બધું મિક્સરની જારમાં નાખીને ક્રશ કરો. પાણી ક્રશ કરવા પૂરતું સહેજ જ નાખો. મોટી ગળણીી ગાળી લો. આ જૂસ જામફળને કારણે કિ બનશે. એને વધુ ગાળીને પાતળો કરવાની બિલકુલ જરૂર ની. ટેસ્ટ અનુસાર ોડોક લીંબુનો રસ ભેળવી તરત પી જાઓ. આ જૂસમાં સોલ્ટ કે બીજો કોઈ મસાલો નાખવાની જરૂર જ ની હોતી. છતાં સ્વાદ અનુસાર ઉમેરી શકાય છે.

ફાયદા :આ જૂસ શરીરને ડિટોક્સિફાય કરે અને વોટર-રિટેન્શન તું અટકાવે, જેને લીધે શરીરમાં પાચન સારું રહે. કોન્સ્ટિપેશની છુટકારો મળે. આ સિવાય વાળ અને સ્કિન માટે પણ આ જૂસ અત્યંત ફાયદાકારક છે. દૂધી અને પેરુનો સ્વાદ પણ એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરે છે. આછા ગ્રીન રંગનો આ જૂસ સ્વાદ અને ફાયદા બન્નેમાં ઘણો આગળ પડતો છે.

રેડ પન્ચ (બીટ-દાડમ જૂસ)

રીત :એક બીટને છોલીને એના ટુકડા કરી લો. દાડમના દાણા કાઢી લો. એની સો ૧૦-૧૨ તુલસીનાં પાન કે બેઝીલનાં પાન ઉમેરો. બધું જ મિક્સરમાં એકસો ક્રશ કરો. એ માટે એમાં થોડુંક પાણી ઉમેરવું. આ જૂસને પાતળા મસલીન કપડાી દબાવીને ગાળી લો. એમાં લીંબુ ઉમેરીને પીઓ. સ્વાદ અનુસાર જો મીઠું, મરી, ચાટ મસાલો કંઈ નાખવું હોય તો નાખી શકો છો.

ફાયદા :આ એક રિકવરી જૂસ છે. વિટામિન્સ અને મિનરલ્સી ભરપૂર આ જૂસ શરીરમાં જેટલી પણ જગ્યાએ સ્નાયુઓમાં કોઈ તકલીફ હોય, ટિશ્યુ રિપેર કરવાના કામમાં ઘણો મદદગાર સાબિત થાય છે. એટલા માટે જ શિયાળામાં એક્સરસાઇઝ કરનારા લોકો માટે આ જૂસ ખૂબ ઉપયોગી છે. એમાં કેલરી થોડી વધુ છે એટલે મેદસ્વી લોકોએ આ જૂસ ટાળવો. બાકી મહેનત કરનારા લોકો આરામી ૧૦૦ મિલીલીટર જેટલો જૂસ પી શકે છે.

ઑરેન્જ ક્રશ (સંતરા-ગાજર જૂસ)

રીત :બે સંતરાંની છાલ ઉતારી એને લીંબુની જેમ વચ્ચેી કાપી નાખી એનાં બી અલગ કરવાં. એક ગાજર સમારી એના ટુકડા કરી એને મિક્સીની જારમાં થોડી લીલી ચા કે લેમન ગ્રાસ ઉમેરી આ બધું જ એકસો પીસી લેવું. મોટી ગળણી વડે ગાળી લો. સંતરાનો ખાટો અને ગાજરનો મીઠો ટેસ્ટ એકબીજાને એટલા કોમ્પ્લીમેન્ટ કરે છે કે બીજી કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે. સો લીલી ચા એને વધુ ફ્રેશનેસ આપે છે.

ફાયદા :તમારી આંખ, વાળ, ત્વચા, હાર્ટ અને પેટ માટે અત્યંત ફાયદાકારક એવો આ જૂસ મગજ માટે પણ ઉપયોગી છે. ગાજરમાં વધુ કેલરી હોય છે, પરંતુ સંતરામાં ઘણી ઓછી કેલરી હોવાને લીધે એ ગાજર સો બેસ્ટ કોમ્બિનેશન બને છે. આ ઉપરાંત આ જૂસ ઓરલ હેલ્ માટે પણ ઘણો ફાયદાકારક સાબિત ઈ શકે છે.

ગ્રીન ટ્રીટ (દ્રાક્ષ-કાકડી જૂસ)

રીત :૨૦-૨૨ દ્રાક્ષને વ્યવસ્તિ ધોઈ લો. કાકડીને છોલીને ટુકડા કરી લો. ૫-૭ સેલેરીનાં પાન અને જો સેલેરી ન મળે તો ૧૦-૧૫ ફુદીનાનાં પાન એક ઇંચ આદુના ટુકડા સો લઈ એને ક્રશ કરી નાખો. આ જૂસને ગાળ્યા વગર પણ પી શકાય છે. અહીં પણ ખાટી દ્રાક્ષ અને કાકડીનો મીઠો ટેસ્ટ એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરે છે.

ફાયદા :આ જૂસ શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે. ગુડ કોલેસ્ટરોલને વધારે છે. બ્લડ-પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. હાર્ટ-પેશન્ટ માટે એ મદદરૂપ થાય છે. મોટા ભાગે ડાયાબિટીઝના દરદીઓ શુગર વધુ હોવાી દ્રાક્ષ ખાવાનું ટાળતા હોય છે, પરંતુ આ જૂસમાં દ્રાક્ષ અને કાકડીનું કોમ્બિનેશન છે; જે ૧૦૦ મિલીલીટર જેવી માત્રામાં જેમની શુગર લગભગ ક્ધટ્રોલમાં જ હોય છે તેમણે લઈ શકાય. આ સિવાય એની અસર ત્વચા પર ઘણી સારી થાય છે. આ જૂસ ઍન્ટિ-એજિંગ ક્વોલિટી ધરાવે છે.

ફોર જંક્શન (સ્ટ્રોબેરી, ઍપલ, કાકડી, પાલકનો મિક્સ જૂસ)

રીત :ચાર સ્ટ્રોબેરી અને અડધા ઍપલની છાલ ઉતારી ટુકડા કરો. પાલકનાં ૩-૪ પાનને બરાબર ધોઈ લો. એક કાકડી છોલીને સુધારી લો. એક ઇંચ આદુના ટુકડા સો મિક્સરમાં ક્રશ કરો. આ જૂસને પણ ગાળવાની કોઈ જરૂર ની. સીધો ગ્લાસમાં કાઢી પી શકાય છે. સ્ટ્રોબેરી ખાટી જ હોય તો લીંબુની જરૂર ની અવા સ્વાદ અનુસાર થોડો લીંબુનો રસ ભેળવી શકાય છે.

ફાયદા :આ જૂસ તમારા કોષોને રિપેર કરવામાં મદદ કરે છે. ક્યાંય વાગ્યું હોય તો એને ઠીક કરવામાં ઉપયોગી છે. મગજને સતર્ક રાખે છે. લોહીમાં લાલ રક્તકણોની સંખ્યા વધારે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. હાડકાં અને આંખોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.