Abtak Media Google News

ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપીને પ્રદુષણ ઓફ કરવા પેટ્રોલીયમ ઈંધણોથી ચાલતા વાહનો માટે આકરા નિયમો લાવશે: ૧૫ વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરવાની પણ વિચારણા

સતત વિકાસ પામી રહેલા અપણા દેશ ભારતમાં વધતા જતા વાહનોના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. જેથી, મોદી સરકારે વાહનોના કારણે ઉભી થતી વિવિધ સમસ્યાઓનાં નિરાકરણ માટે ક્રમબધ્ધ રીતે પગલા લેવામાં આવી રહ્યા છે. ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે લેવાય રહેલા આ પગલામાં હવે મોદી સરકારે પેટ્રોલ-ડીઝલ પર ચાલતા ટુ વ્હીલર, ફોર વ્હીલર સહિતના વાહનોના રજીસ્ટ્રેશન અને રીન્યુલની ફીમાં તોતીંગ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પરાંત ૧૫ વર્ષથી જુના વાહનોને સ્ક્રેપ કરી નાખવાની વિચારણા પણ ચાલી રહી છે.

Advertisement

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઈંધણો પર ચાલતા વાહનોની સંખ્યા ઓછી થાય અને ઈ વ્હીકલનો વપરાશ વધે તે માટે આવા વાહનોના રજીસ્ટ્રેશન અને રીન્યુલ ચાર્જમાં ભારે વધારો કરવાની વિચારણાઓ ચાલી રહી છે. હાલમાં ટુ વ્હીલર માટે રજીસ્ટ્રેશન ચાર્જ રૂ.૫૦ છે તેમાં વધારો કરીને રૂ.૧૦૦૦ અને રીન્યુલ ફી ૨૦૦૦ રૂ. કરવાની વિચારણા થઈ રહી છે. જયારે મોટરકારમાં હાલની રજીસ્ટ્રેશન ફી ૧૦૦૦ રૂ છે તેમાં વધારો કરીને ૧૦,૦૦૦ રૂ. જયારે રીન્યુલ ફી ૨૦,૦૦૦ રૂ. કરવા માટે મંત્રાલયે વિચારણા કરી રહી છે. જયારે, ઈમ્પોર્ટેડ ફોર વ્હીલરોમાં હાલમાં રજીસ્ટ્રેશન ફી ૫,૦૦૦ રૂ. છે તેમાં વધારો કરીને ૪૦,૦૦૦ રૂ. કરવામાં તૈયારી આદરવામાં આવી છે.

ઈમ્પોર્ટેડ ટુ વ્હીલરોમાં હાલમાં રજીસ્ટ્રેશન ફી ૨,૫૦૦ રૂ છે તેમાં વધારો કરીને ૨૦,૦૦૦ રૂ. કરવામાં આવે તેવી સંભાવના છે. આ તજવીજ અંગે માર્ગ પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતુ કે અમો આ અંગે વિવિધ હિતકર્તાઓ પાસેથી અભિપ્રાયો મેળવી રહ્યા છે. આ અભિપ્રાયો આવ્યાબાદ આગામી ૪૦ થી ૪૫ દિવસમાં રજીસ્ટ્રેશન અને રીન્યુલ ફીમાં વધારા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે. ઈલેકટ્રીક અથવા બેટરી સંચાલીત વાહનોના રજીસ્ટ્રેશન ફી રદ કરવાનો નિર્ણય થોડા સમય પહેલા જ માર્ગ પરિવહન મંત્રાલય જાહેરનામા દ્વારા પ્રસિધ્ધ કર્યો છે. કોમર્શિયલ વ્હીકલો ખાસ કરીને ટ્રક, બસો અને અન્ય ભારે વાહનોની રીન્યુલ ફીમાં પણ ૨૭ ટકા જેટલો વધારો કરીને ૧૫ વર્ષથી જૂના વાહનોનો વપરાશ બંધ થાય તે માટે કરવામાં આવી રહ્યાનું સરકારી અધિકારીઓ એ જણાવ્યું હતુ.

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા વાહનોના રીન્યુલ ફીમાં વધારો કરવા પાછળનું બીજુ એક કારણ એ છે કે મોટાભાગના ખાનગી વાહનોનું ફીટનેસ ૧૫ વર્ષ બાદ પૂર્ણ થયા બાદ વાહન માલીકો તેનું ફરીથી ફીટનેસ કરાવતા નથી જેના કારણે માર્ગ અકસ્માત સ્થિતિમાં ઈન્સ્યુરન્સ કલેઈમ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મંત્રાલયે ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનોનો ૧૫ વર્ષે પૂર્ણ થયેલા ફીસનેસને રીન્યુ કરવાની ફીમાં તોતીંગ વધારો કરવા વિચારણા હાથ ધરી છે. જેથી ૧૫ વર્ષથી જૂના વાહનોનો ફીટનેસ ભારે ફી ભરીને રીન્યુ કરાવવાના બદલે વાહન માલીકો તેને સ્ક્રેપ કી નાખે ઉપરાંત ૧૫ વર્ષ જૂના વાહનોમાં દર વર્ષે કરાવવું પડતુ ફીટનેસની સમય સીમાને પણ ઘટાડીને છ માસ કરવાની વિચારણા પણ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.