Abtak Media Google News

અબતકની મુલાકાતમાં વેકરીયા પરિવાર વેલ્ફેર ટ્રસ્ટના મોભીઓએ આપી કાર્યક્રમની વિગતો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરની જેમ વિદેશમાં પણ વસતા લેઉવા પટેલ વેકરીયા પરિવારની સામાજિક એકતા,આર્થિક સંસ્કૃતિ વિકાસ માટે કાર્યરત વેકરીયા પરિવાર વેલ્ફેર ટ્રસ્ટ રાજકોટ દ્વારા દ્વિતીય સ્નેહમિલન સમારોહમાં આ વખતે સુંદર ત્રિવિધ કાર્યક્રમ માં વિશિષ્ટ કૌશલ્ય સન્માન, વેબસાઈટ લોન્ચિંગ અને મહિલા જાગૃતિ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. અબ તકની મુલાકાતે આવેલા રમેશભાઈ, અલ્પેશભાઈ, આશિષભાઈ,સંદીપભાઈ, મનીષભાઈ, અભિષેકભાઈ, રાજેશભાઈ, વિપુલભાઈ, મનસુખભાઈ, કેતનભાઇ, મયુરભાઈ ,ઉમેશભાઈ, અને સાગરભાઇએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે વેકરીયા પરિવાર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે દ્વિતીય સ્નેહમિલન સમારોહની સાથે સાથે વિવિધ કાર્યક્રમો નુંઆયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

તારીખ 9 એપ્રિલ રવિવાર સાંજે 5:30 વાગે ક્રિષ્ના પાર્ટી પ્લોટ મહુડી પાલ રોડ આયોજિતઆ  સમારોહના શિરમોર  તરીકે પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા, ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં ગુરુમાધવ પ્રિય દાસજી સ્વામી ડિજિટલ આશીર્વાદ વતન આપશે આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ વિધાનસભાના નાયબ મુખ્ય દંતક કૌશિકભાઇ વેકરીયા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા જયેશભાઈ રાદડિયા પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે કાર્યક્રમમાં વક્તા તરીકે સુરતના અંકિતાબેન મુલાણી અને ભૂમિબેન વેકરીયા માર્ગદર્શન આપશે લોક ડાયરામાં નિકુંજભાઈ વેકરીયા કલા રસ પીરસસે.  આ કાર્યક્રમમાં પ્રેરક વક્તા   અંકિતાબેન મુલાણી તેમજ ગૃહિણી ગ્રુપના સફળ બિઝનેસ વુમન  ભૂમીબેન વેકરીયા ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરશે .

આગામી વર્ષે લાગુ થનાર નવી શિક્ષણનિતીમાં જે રીતે વિવિધ સ્કિલસ (કૌશલ્યો) ને મહત્વ આપવામાં આવશે એ બાબતને ધ્યાનમાં રાખી પરિવારના દસ જેટલા દિકરા – દિકરીએ કે જેમણે ડિસ્ટ્રિક્ટ , સ્ટેટ , નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ છેલ્લો તેઓનું સન્માન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવશે  આ ત્રિવિધ કાર્યક્રમમાં મહિલા જાગૃતિ પણ મહત્વનો મુદ્દો રહેશે . કાર્યક્રમના અંતે પરિવાર દ્વારા સ્વરુચિ ભોજનનું આયોજન કરેલ છે . ભોજનબાદ સુરતના જાણીતા લોક કલાકાર  નિકુંજભાઈ વેકરીયા દ્વારા માવતરના હેત ” ટાઇટલ હેઠળ લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે . રાજકોટ શહેરમાં વસતા તમામ વેકરીયા પરિવારને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન સમિતિના વડીલો તેમજ વેકરીયા પરિવારની યુવા ટીમ ખૂબજ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.