Abtak Media Google News

“અબતક” મુલાકાતમાં 11 દિવસથી પરશુરામ જન્મોત્સવના કાર્યક્રમોની આગેવાનોએ આપી વિગતો

પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ,અબ તકની મુલાકાતમાં આવેલા રાજુભાઈ જોષી, પીસી વ્યાસ મનીષભાઈ જોશી, મયંક ભાઈ ભટ્ટ કેવલભાઈ મહેતા, પ્રણવભાઈ વ્યાસ ધર્મેશભાઈ જોશી નરેશભાઈ જોશી દીપભાઈ વ્યાસ મયંકભાઇ ભટ્ટ જીગ્નેશ ભાઈ ઉપાધ્યાય, કૃષ્ણઉપાધ્યાય, ધવલ ભટ્ટ ,નિમેશભાઈ વ્યાસ સૌરભભાઈ પંડ્યા, દિવ્યેશભાઈ જાની એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા તારીખ 12 થી 22 સુધી દાદાના જન્મોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

Advertisement

જેમાં ભગવાન પરશુરામની મુર્તીનું સ્થાપન તા .12 ના રોજ ત્રિકોણબાગ ખાતે કરવામા આવશે. તા .12/4 થી ત્રિકોણ બાગ ખાતે  દરરોજ સાંજે 8 કલાકે પરશુરામ ભગવાનની આરતી  દરરોજ રાત્રીના અલગ અલગ સાંસ્કૃતિક  કાર્યક્રમો સમિતિ ધ્વારા કરવામા આવશે. ત્યારબાદ તા .22ના રોજ   શોભાયાત્રા પંચનાથ મંદિર  થી પરશુરામધામ ( વેજાગામ ) સુધી બ્રહ્મકાંતી વિરો , બ્રહ્ન શ્રેષ્ઠીઓના કટઆઉટ સાથેના ફલોટનું  આયોજન કરવામાં આવશે . તેમજ પરશુરામધામ ખાતે હજારોની સંખ્યામાં  બ્રહ્મ સમાજના બ્રાહ્મણો એક સાથે બેસી બ્રહ્મ ભોજનનો લાભ લેશે.

પરશુરામ જન્મોત્સવની તેમજ શોભાયાત્રાની જવાબદારી તેમના શીરે સોપેલ છે અને ક્ધવીનરની સમિતિમાં સહક્ધવીનર તરીકે મોહિત ઉપાધ્યાય, સંયોજક ઉમંગ ભટ્ટ, ખજાનચી ચિંતન વ્યાસ , વ્યવસ્થાપક વિમલ દવે , પ્રશાંત રાજયગુરૂ , રાજા ભટ્ટ કે જેઓ ઉપરોકત કાર્યક્રમોને સફળ બનાવવા માટે પરશુરામ જન્મોસવ સમિતિના ક્ધવીનર સન્નીભાઈ જાની તથા પુર્વ ક્ધવીનર મોનીશભાઈ જોશી , તેમજ મહિલા સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે. પરશુરામ જન્મોત્સવની તૈયારી માટે બ્રહ્મ આગેવાનો તા.4.4 થી દરરોજ  સાંજે પરશુરામ જન્મોત્સવ સમિતિનું કાર્યાલય 6 રજપુતપરા, ચેતનાડાઈનીંગ હોલની નીચે રાજકોટ ખાતે સાથે રહી આયોજનનીકામગીરી  હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.