Abtak Media Google News

ગુજરાતી અભિનેત્રી રાજમીનાએ જિલ્લા કલકેટર અને પોલીસ અધિક્ષકને લખ્યો પત્ર

ગુજરાત રાજ્ય માં કોરાના મહામારીને પહોંચી વળવા તેમજ લોક સમાજને મદદરૂપ થતાં રાષ્ટ્રીય સેવા ગજજ ચોક્સી કોલેજના ૩૭ કોરોના વીર યોદ્ધા ની સરાહનીય કામગીરી માટે ગુજરાતી અભિનેત્રી રાજમિના પંજાબી મિના નગી દ્વારા જીલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને રજુઆત કરી હતી જેમાં મળેલી વિગતો મુજબ વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારોમાં પોતાના સવ ખર્ચે સેવા બજાવતા ગુજરાત સેલ ના રેજીયોનલ ડાયરેકટર ગિરધર ભાઈ ઉપાધ્યાય ત્થા સ્ટેટ ગજજ ઓફિસર આર.જે માછી તેમજ ભકિત કવી નરસિંહ મહેતા યુનવસીટી જુનાગઢ ગજજ ના પરાગ ભાઇ દેવાણી દ્વારા શિસ્ત શિક્ષણ અને સમર્પણ સાથે વિદ્યાર્થીઓના વાલી ઓની સંમતિ સાથે સેવા કાર્યમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ ગુજરાત પોલિસવડા માનનીય શિવાનંદ ઝા ના માર્ગ દર્શન આદેશ અનુસાર ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ૩૭ વિદ્યાર્થી ઓ પોલીસ વિભાગ સાથે મદદરૂપ થવા ટીમ બનાવી કાર્ય મા સહભાગી બનેલા જેમાં વેરાવળ સીટી પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી વાધેલા સાથે ર૧ તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર જે એમ રાઠવા સાથે ૧૧ અને ૦૫ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ એ. એમ. હેરમા સાથે પોતાના સ્વખર્ચે પોલીસ વિભાગ ને કાર્ય મા મદદરૂપ થઈને નિષ્ઠા સાથે ઉમદા કાર્ય કયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.