Abtak Media Google News

ગોયેશ કુમારજી મહારાજ અને પરાગ કુમાર મહોયદયની વિશેષ ઉ૫સ્થિતિ: મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો

સર્વોત્તમ સેવા સંસ્થાના તત્વઘ્યાનમાં રાજકોટ શહેરના ગોકુલ વિસ્તારમાં વ્રજવલ્લાધામ મોટી હવેલીનું નવનિર્માણ થવા જઇ રહ્યું છે. જેના ઉપક્રમે નવજીવન પાર્ટી પ્લોટ ખાતે એક પુષ્ટિમાર્ગીય નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપેશકુમારજી મહારાજ અને પરાગકુમાર મહોદય પણ ઉ૫સ્થિત રહ્યા હતા.Vlcsnap 2018 06 21 10H43M51S210

રાજકોટ શહેરમાં અંબીકા ટાઉનશીપ ખાતે વ્રજગવલ્લધામ મોટી હવેલીનું નવનિર્માણ થવા જઇ રહ્યું છે. જેના અંતર્ગત ખાસ ગોપેશકુમાર મહારાજ અને પરાગકુમાર મોદયે હાજરી આપી હતી. વ્રજવલ્લભધામ મોટી હવેલીના નવનિર્માણના અવસર પર બહોળા પ્રમાણમાં ભકતોએ હાજરી આતી અને ખાસ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી શ્રી થિયેટરનું નાટક પ્રેમ રસ બરસે બ્રિજમે નું આયોજન કરવામાં આવ્યું હતું.

એટલે કે સર્વોત્તમ સેવા સંસ્થાન સૌરાષ્ટ્રના પ્રમુખ સુરેશભાઇ કણસાગરા એ જણાવ્યા મુજબ સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા ગોસ્વામી ૧૦૮ ગોપેશબાવા તથા પરાગકુમારજી મહોદય અઘ્યક્ષતામાં આજે અંબીકા ટાઉન શીપમાં એક હવેલીનું નવનિર્માણ થવા જઇ રહ્યું છે. જેને વ્રજવલ્લભધામ મોટી હવેલીના નામથી એક હવેલી નહિ પણ સાથે સાથે સામાજીક પ્રવૃતિઓ થાય સભ્યો વૈષ્ણવોને જ્ઞાન મળે એના માટે જુદા જુદા જ્ઞાનવર્ધક આજે જેમ નાટક છે પ્રેમ બરસે બ્રિજમે તો એવી રીતે અનેક અનેક પ્રવૃતિઓ હેલ્થને લગતી થઇ શકે એનું એક આખુ કાર્યક્ષેત્ર સવોત્તમ સેવા સંસ્થાન સંસ્થામાં પ્રભુની નિવાસ સાથે સાથે એક સોશ્યલ વકૃરનો સારો એવો વૈષ્ણવને લાભ મળે એ હેતુથી આજે અંબીકા ટાઉન શીપની અંદર ભવ્ય હવેલીની સાથે સર્વોત્તમ સેવા સંસ્થાનું કાર્યક્ષેત્ર કાર્યાલયના લોકાર્પણ જગ્યાના જે અનુસંધાને આયોજન સ્વરુપે ભાગ તરીકે પ્રેમ બરસે બ્રિજમે નાટક નો વિનામૂલ્યે લાભ આપવામાં આવશે. બધા વૈષ્ણવો ને પ્રસાદનું પણ આમંત્રણ છે તો જાહેર  જનતા માટે બધા જ વૈષ્ણવો લાભ લઇ શકે કોઇ જ્ઞાતિ ભેદભાવ વગર એવા શુભ આશયથી આજે સર્વોત્તમ સેવા સંસ્થાન પરમ વડી ૧૦૮ ગોપેશકુમારજીની અઘ્યક્ષતામાં આ એક સામાજીક પ્રવૃતિના ઉદ્દભવ સ્થાન અહીયા બને એ હેતુથી આ કાર્યકમ રાખવામાં આવ્યો છે.Vlcsnap 2018 06 21 10H43M26S217

સર્વોત્તમ સેવા સંસ્થાના સભ્ય ફર્નાન્ડિસ પાટલીયા દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે અંબીકા ટાઉનશીપ ખાતે સર્વોત્તમ સેવા સંસ્થાના જે હવેલીનું નવનિર્માણ કરવા જઇ રહ્યું છે. એ બદલ પરાગકુમાર મહોદય નો ખુબ ખુબ આભાર અને જે નવયુવાનો આપણી સાથે છે એ બધા લોકો સર્વોત્તમ સેવા સંસ્થા સાથે જોડાય એવી અપેક્ષા સાથે બ્રિજેશભાઇ લાઠીયા દ્વારા જાણવા મળ્યા મુજબ વલ્લભલાલજી મહારાજ જેમણે રાજકોટમાં પધાર્ય ૬૦ વર્ષ થયા છે. તેમની કૃપાથી રાજકોટની જનતાને પૃષ્ટી વિશે પ્રચાર અને પ્રસારનું માઘ્યમ આપશ્રીની કૃપાથી પ્રાપ્ત થયું છે. ગોપેશકુમાર મહારાજ કે જેવોના આત્મજીવા પરાગકુમાર મહોદય કે જેવો કે સંસ્થા વૈષ્ણવોના હિતાર્થે ચલાવી રહ્યા છે. અને અંબીકા ટાઉનશીપ ખાતે વ્રજવલ્લભ મોટી હવેલીનું નવનિર્માણ થવા જઇ રહ્યું છે. ત્યારે આ હવેલીના નામકરણમાં બે પેઢીનાં સમાવેશ થાય છે. આપશ્રીના પૂરવજો વ્રજ એટલે વૃઘ્ધનાથ લાલજી મહારાજ અને વલ્લભ એટલે કે વલ્લભલાલજી મહારાજ કે જેના આશીર્વાદથી ગોપેશકુમાર મહારાજ તથા પરાગકુમાર મહાદેવ અંબીકા ટાઉન શીપમાં વ્રજવલ્લભધામ મોટી હવેલીનું નિર્માણ કરવા જઇ રહ્યા છે. ત્યારે આ વિસ્તારના હજારો વૈષ્ણવો આપશ્રીની કૃપાપાત્ર છે. ત્યારે આ નિર્માણની અંદર તમામ વૈષ્ણવો સંમોલીત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.