Abtak Media Google News

સંતો-મહંતો અને અનેક પ્રબુધ્ધ નાગરિકોની ઉપસ્થિતીમાં વિમોચન સમારોહ યોજાશે

વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સમાજમાં વ્યાપ્ત એવું ‘સસ્પૃશ્યતા’ના કલંક દૂર કરી સમરસ સમાજ નિર્માણ અર્થે ભારતભરમાં અનેક કાર્યક્રમોના માધ્યમથી જનજાગરણ કરવામાં આવી રહ્યું છે. હિન્દુ સમાજના પ્રબુધ્ધ નાગરિકો દ્વારા પણ રાષ્ટ્ર સેવા કાજે, ધર્મ રક્ષા કાજે અનેક વિધ સામાજીક જાગરણના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ૨૦૧૭ના એપ્રીલ માસમાં દિનાંક ૨૯,૩૦ના રોજ ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સેમિનારનો વિષય હતો ‘ભારતીય પરંપરામાં સામાજીક સમરસ્તા’ આ વિષયના અનુસંધોને દેશભરની ૨૨-વિશ્ર્વ વિદ્યાલય યુનિવર્સીટી માંથી ૮૧ સ્કોલર ટીચર્સ વિદ્યવાન જેમણે સામાજીક ઇતિહાસમાં અધ્યન કર્યુ છે તેવા પીએચડી સ્કોલર્સની ઉપસ્થિત રહી હતી.

આ રાષ્ટ્રીય સેમિનારમાં વિવિધ વકતાઓના સામાજીક સમરસ્તા ઉપર થયેલ પ્રવચનોને શબ્દ કરી ગ્રંથ સ્વરૂપમાં પ્રકાશીત કરવામાં આવી રહ્યો છે. ભારતીય પરંપરા મે સામાજીક સમરસ્તા ગ્રંથ ૩૦૦ પેજના ગ્રંથનું લોકાર્પણ કાર્યક્રમ કાલે સવારે ૧૦થી ૧૨ કલાકે વિરાણી બહેરા-મુંગા શાળા, ઢેબરભાઇ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.સામાજીક રાષ્ટ્રીય ગ્રંથલોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સર્વેને સહભાગી થવા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

6.Saturday 1 1

વિશ્ર્વ હિન્દુ પરિષદ સામાજીક સમરસ્તા અભિયાન દ્વારા આગામી સૌરાષ્ટ્ર પ્રાંતમાં સામાજીક એકતા, સમતા, સમરસ્તા નિર્માણ કરવાના અનેક જન જાગરણના કાર્યો હાથ ધરવામાં આવશે.

સૌરાષ્ટ્રના પ્રત્યેક જીલ્લામાં સામાજીક સમરસ્તા યજ્ઞોનું આયોજન, નાની-નાની સમરસ્તા ગોષ્ઠીનું આયોજન કરી હિન્દુ સમાજમાંથી અસ્પુશ્યતા રૂપી કલંક દૂર કરી સમરસ સમાજ નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે.

આગામી સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં મોટા પાયે ડો.બાબા સાહેબ આંબેડકરજીની જયંતિ ૧૪ એપ્રીલ મોટી સંખ્યામાં ધામ-ધુમથી ઉજવણી વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ઉજવવામાં આવશે.

સામૂહિક ભોજ-સામૂહિક ક્ન્યા વિવાહ જેવા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.