Abtak Media Google News

પરીક્ષણ દરમિયાન 105.47 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ નોંધાઇ.

સમગ્ર ભારતમાં આવનારા સમયમાં 5જી ટેકનોલોજી અમલી બનવા જઈ રહી છે તે પૂર્વે તેનું યોગ્ય પરીક્ષણ થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે પરિણામે પરીક્ષણ માટે સરકાર દ્વારા ગાંધીનગરનું આજોલ ગામ નિર્ધારિત કરવામાં આવ્યું હતું જ્યાં 5જી અંગેનું પરીક્ષણ હાથ ધરાયું છે. અને સામે પરીક્ષણમાં ડાઉનલોડ સ્પીડ 105.47 એમબીપીએસ નોંધાઈ હતી જ્યારે અપલોડ સ્પીડ ૫૮.૭૭ એમબીપીએસ નોંધાઇ હતી.

Advertisement

કંપની દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં 360 ડીગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ ,ક્લાસરૂમ કનેક્ટિવિટી, ગેમિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,360 ડીગ્રી કેમેરા તેના અનેક પરિબળોને આવરી લઇ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન વોડાફોન આઇડિયા લિમિટેડની  ટેકનિકલ ટીમ સરકારી અધિકારીઓ પણ આવ્યા હતા.

પૂર્વે તેમના દ્વારા ૧૯ નવેમ્બરના રોજ પણ મહાત્મા ગાંધી મંદિર ખાતે પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એમાં સ્પષ્ટ થઈ રહી છે કે ફાયજી ટેક્નોલોજીનું મહત્ત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને આવનારા સમયમાં દેશના લોકોને તેનો મહત્તમ લાભ મળી રહે તે દિશામાં સરકાર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.