Abtak Media Google News

દિનેશ બાંભણિયા કહે છે કે વીડિયોનો ઓડિયો જ બોગસ છે!!!

કોંગ્રેસને બેફામ રીતે ધાક ધમકી આપતા ‘પાસ’ના બાંભણિયાનો વીડિયો વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા દિનેશ બાંભણિયા કોંગ્રેસના ઉમેદવારને ગારિયાધાર સંસદીય બેઠક પરથી ઉમેદવારી ન કરવા ધાક ધમકી આપી રહ્યા છે સૂત્રોનાં જણાવ્યા મુજબ ઉમેદવાર પી.એમ. ખેનીનાં સાથીને ધમકાવી રહ્યા હતા તેમ વાયરલ વીડિયોમાં દેખાય છે.

બીજી તરફ બાંભણિયા કહે છે કે આ વીડિયોમાં જે ઓડિયો છે તે બોગસ છે હું કોઈ ખેનીને ઓળખતો પણ નથી મેં કયારેય આ નામથી કોઈને ધમકાવ્યા નથી.

ગૂ‚વારે વાયરલ થયેલા વીડિયોમાં આછા અજવાશમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા દિનેશ બાંભણીયા કોંગ્રેસના ઉમેદવારને ભાવનગર-ગારીયાધાર બેઠક પરથી ઉમેદવારી ન કરવા કહે છે જોકે બાંભણિયા કહે છે કે ઓડિયો જ બોગસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.