Abtak Media Google News

ભારત-શ્રીલંકા ફ્રી ટ્રેડ ઝોનના કરારનો દુરુપયોગ

સોપારી અને મરીની દાણચોરી ધમધમી છે. ઇન્ડોનેશિયા અને વિયેતનામનો માલ શ્રીલંકાના નામે ધાબડી દેવાય છે કેમ કે ભારત અને શ્રીલંકા વચ્ચે ફ્રી ટ્રેડ ઝોન કોન્ટ્રેક છે. અત્યારે ભારત અને લંકા વચ્ચેના વેપારીક કરારની આડમાં ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આવેલું શિપમેન્ટ ક્ધટેનર ઓન પેપર શ્રીલંકાથી આવ્યું તેમ બતાવાય છે.

જેથી ભારત સ્થિત આયાતકારે ડયુટી ભરવી પડતી નથી. આવી રીતે કરોડો ‚પિયાની ડયુટી ચોરીનો મામલો સામે આવ્યો છે.

સોપારી અને મરીના શિપમેન્ટમાં ૧ર કરોડ ‚પિયાની ડયુટી ચોરી મામલે એક શીપીંગ ફર્મના મેનેજીંગ ડિરેકટરની ધરપકડ કરવામાં આવી છે.

આ કંપનીએ મગાવલો માલ સોપારી અને મરી અનુક્રમે ઇન્ડોનેશિયા અને વિયેતનામથી ભારતના મુંદ્રા બંદરે પહોચ્યો હતો. જેમાં ઓન પેપર માલ શ્રીલંકાથી આવ્યો છે તેવું લખ્યું હતું.

આ કૌભાડની જાણ થતાં સત્તાધીશોએ વી.એસ. ભગવતી શીપીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના મેનેજીંગ ડાયરેકટર વિનોદ શર્માની ધરપકડ કરી હતી.

સોપારી અને મરીની આયાતમાં ‚પિયા ૧ર કરોડની ડયુટી ચોરી ખુલી છે એટલું જ નહી આ માલ ડમી (બોગસ) કંપનીના નામે મંગાવવામાં આવ્યો હતો.

આ પ્રકારે ઇમ્પોર્ટ ડયુટીની થતી ચોરીથી મુંદ્રા બંદર સ્થિત સત્તાધીશો ચોકી ઉઠયા છે. તેમને લાગે છે કે આ એક પેઢી નથી બલ્કે આવી કેટલીક પેઢી હશે જે ડયુટી ચોરી તો કરતી હોય પરંતુ કાયદાની પકડથી હજુ દૂર હોય

અત્યારે તો મુંદ્રા કંડલા સ્થિત બંદર ગાહે પેપર ચકાસણી (ડોકયુમેન્ટસ) સઘન બનાવી દેવામાં આવી છે.

આ સિવાય ભારતમાં આયાત થતો માલનું ઓરીજીન ઓફ શિપમેટ પણ બરાબર ચકાસવામાં આવે છે. સત્તાધીશોએ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.