ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું એરફોર્સ સ્ટેશન ખાતે રાજયપાલ અને CM ભુપેન્દ્ર પટેલે કર્યું ભાવભર્યું સ્વાગત

ઉપ.રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીનું એરફોર્સ સ્ટેશન ખાતે ભાવભર્યું સ્વાગત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો.

 

દેશના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજી દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે તેઓએ પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, શ્રી જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર શ્રી આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.