Abtak Media Google News

વિજ્ઞાનક્ષેત્રે ૪ વર્ષમાં ૫ નેશનલ એવોર્ડ અને ૨ ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવતો શુભ ધોળકિયા

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્ક દ્વારા દર વર્ષે જીનિયસ ઓલમ્પિયાર્ડનું આયોજન કરવામાં આવે છે. જેમાં દુનિયાના વિવિધ દેશમાંથી શ્રેષ્ઠતમ યુવા વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજુ કરતા હોય છે. આ વખતે તા.૧૧ થી ૧૬ જુન દરમિયાન જીનિયસ ઓલમ્પિયાર્ડ-૧૦૧૮ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં વિશ્વના ૬૭ દેશોના કુલ ૭૬૦ વિજ્ઞાન પ્રોજેકટ સાથે કુલ ૧૩૦૦ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધેલ હતો. આ સાયન્સ ફેરમાં સમગ્ર ભારતમાંથી કુલ ત્રણ બાળ વૈજ્ઞાનિકો પસંદગી પામ્યા હતા જેમાંના એક બાળ વૈજ્ઞાનિક ધોળકિયા સ્કુલના શુભ ધોળકિયા હતા. આમ સતત ત્રીજા વર્ષે જીનિયસ ઓલમ્પિયાર્ડમાં ધોળકિયા સ્કુલ પસંદગી પામેલ હતી.

આ વર્ષે શુભ ધોળકિયાને આ બીજો આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયેલ છે. આ અગાઉ દિલ્લી ખાતે ડિસેમ્બર માસમાં યોજાયેલ આઈટીસ નેશનલ ફેર-૨૦૧૭ માંથી શ્રેષ્ઠ સંશોધન પસંદગી પામ્યા બાદ મે માસમાં અમેરિકા ખાતે યોજાયેલ આઈએસઈએફ માં નોમીનેટ કરવામાં આવેલ હતા.2 89 જેમાં વિશ્વના ૭૨ દેશોના કુલ ૧૫૦૦થી વધુ યુવા વૈજ્ઞાનિકોના પ્રોજેકટ રજુઆત પામ્યા હતા. આ વિજ્ઞાન મેળો વિશ્વનો સૌથી મોટો રિચર્સ ફેર છે. આ મેળામાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો દ્વારા તથા સોસાયટી ફોર સાયન્સ-રીપબ્લીક દ્વારા સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ ૭ ઈનેવેશન પ્રોજેકટ પસંદગી પામ્યા હતા કે જે માનવ જાતને વિવિધ રીતે ખુબ ઉપયોગી બની રહે. શુભના આ પ્રોજેકટની અગત્યતા અને ઉપયોગીતાના આધારે સમગ્ર ભારતમાંથી એકમાત્ર શુભ ધોળકિયાનો પ્રોજેકટ પસંદગી પામ્યો છે. આમ શુભે વિશ્વસ્તરે સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે.3 68આ ઉપરાંત ભારતમાં પણ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ ઈગનાઈટ-૨૦૧૪, આઈએનએસઈએફ -૨૦૧૫, નેશનલ કોન્ફરન્સ-૨૦૧૬ અને જીઆઈએસ-૨૦૧૭ જેવી સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. શુભ ૨૦૧૪માં નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા આયોજીત ડો.એ.પી.જે. અબ્દુલ ઈગ્નાઈટ એવોર્ડ-૨૦૧૪માં પણ ભાગ લીધેલ હતો.

જેમાં સમગ્ર ભારતમાંથી ૨૭૦૦ જેટલા સંશોધનો રજુઆત માટે મોકલાયા હતા અને સર્વશ્રેષ્ઠ ૨૨ ઈનોવેટિવ આઈડિયાને ઈગ્નાઈટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આમ શુભે લાડીલા વૈજ્ઞાનિક ડો.એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ઈગનાઈટ-૨૦૧૪ એવોર્ડ મેળવ્યો હતો.

આમ, ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ વૈજ્ઞાનિક એવોર્ડ વડે સન્માનીત થવા બદલ શાળા પરીવાર અને તેમના મોભી શ્રી કૃષ્ણકાંતભાઇ ધોકળીયા તથા જીતુભાઇ  ધોળકીયા લાખ લાખ અભિનંદન પાઠવે છે તેમજ માતા જીજ્ઞાબેન તથા પિતા સ્નેહલભાઇ ધોળકીયા હર્ષાન્વિતા થતાં કહે છે

કે શુભ છેલ્લા પ વર્ષથી સતત સંશોધનાત્મક વિચારો કરતો રહ્યો  છે અને તેમનું આ સંશોધન ભારતના દિવ્યાંગો માટે ઉપયોગી બની રહેશે તેમજ આ સંશોધન દ્વારા સમાજને એક સારું સાધન આપવાનું અમોને ગૌરવ છે. આ પ્રસંગેટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા, શુભના પિતાશ્રી સ્નેહલભાઇ ધોળકીયા, શુભના માતા શ્રી જીજ્ઞાબેન ધોળકીયા અને શિક્ષકશ્રી કલ્પેશભાઇ કોઠારીએ અબતકને વિશેષ વિગતો આપી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.