Abtak Media Google News

ભક્તિભાવ સાથે દુંદાળાદેવનું સ્થાપન ‘અબતક’ પરિવાર ગણેશ ભક્તિમાં લીન

વિશ્વઆખા પર સર્જાયેલા તમામ વિઘ્નોને હણી લેતા વિઘ્નહર્તા દેવ ગણપતિના મહા મહોત્સવનો આજથી મંગલકારી આરંભ થઇ ચુક્યો છે. “અબતક” મીડિયા હાઉસના આંગણે દુંદાળા દેવના ભક્તિભાવ સાથે વધામણા કરવામાં આવી રહ્યા છે. આજે ગણેશ ચતુર્થીના શુભદિને અને શુભ ચોઘડીયે “અબતક” આંગણે ગણપતી દાદાનું ભક્તિભાવ અને પૂર્ણ શ્રધ્ધા સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. સ્ટાફ પરિવાર ગણેશ ભક્તિમાં લીન થઇ ગયો છે.

Advertisement

Dsc 4193

“અબતક” આંગણે છેલ્લા એક દશકાથી ભક્તિભાવ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરિવારના કર્મયોગી સભ્ય સ્વ.લક્ષ્મણભાઇ સાગઠીયા દ્વારા વર્ષો પહેલા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી. જેને આજે વધુ આસ્થા સાથે “અબતક” પરિવાર દ્વારા જાળવી રાખવામાં આવી છે. આજે સવારે શુભમુહુર્ત વિઘ્નહર્તા દેવની “અબતક” મીડિયાના આંગણે પાવનકારી પધરામણી થતાની સાથે જ વાતાવરણ ભક્તિમય બની ગયુ હતું. પરિવારના મોભી – મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાએ બાપ્પાની પ્રથમ આરતી કરી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન સ્ટાફ પરિવાર દ્વારા ગજાનનની આરાધના કરવામાં આવશે.

કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી સાર્વજનીક ગણેશ મહોત્સવની છુટછાટ આપવામાં આવતી ન હતી. દરમિયાન આ વર્ષ કાળમુખો કોરોનાના ડંશ હળવો પડતા તમામ તહેવારોની રંગત પરત ફરી છે. રાજકોટ સહિત દેશભરમાં આજથી ભક્તિભાવ સાથે ગણેશ મહોત્સવનો આરંભ થઇ ગયો છે. સામાન્ય રીતે ગણેશ મહોત્સવ 11 દિવસ સુધી ઉજવાતો હોય છે. પરંતુ આ વર્ષ એક તીથીનો ક્ષય હોવાના કારણે દાદાને દશમાં દિવસે ભક્તિભાવ સાથે તથા અગલે બરસ તું જલ્દી આનાના નારા સાથે વિદાય આપવામાં આવશે. ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

  • ગણપતિ તમામ દિશાના સ્વામી, તેઓની આજ્ઞા વિના દેવો પણ પુજા સ્થળે આવતા નથી!

  • કોઈપણ શુભકાર્યોની શરૂઆત ગણેશજીની સ્થાપના બાદ જ થાય છે

  • લોકમાન્ય તિલકે 1892એ સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરાવી હતી

Ganesh Chaturthi 2022: Get Prasad Online From Iconic Lalbaugcha Raja In Mumbai | Mint

લાલ બાગ કા રાજા, દગડુ શેઠ ગણપતી, સિધ્ધી વિનાયક મંદિરનું મહાત્મય જ અનેરૂ: ગણેશ મહોત્સવની ઉજવણીમાં ગુજરાત પણ મહારાષ્ટ્રની સમોવડુ ગણપતિનું મંગલ સ્વરૂપ જ તમામ વિઘ્નોનો નાશ કરી દે તેવું સુંદર અને  મનમોહક છે ગણોના દેવ એવા ગણપતિજી તમામ દિશાના  સ્વામી છે તેઓની આજ્ઞા વિના કોઈ દેવતા પૂજા સ્થળે જતા નથી. કોઈપણ શૂભકાર્યની શરૂઆત પહેલા ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે ગણેશજીના અલગ અલગ 12 નામો છે તેઓને વિઘ્ન હર્તા પણ કહેવામાં આવે છે.

તેઓના પુજનથી નવ ગ્રહોના દોષ પણ દૂર થાય છે. સમાજને એકતાના તાંતણષ બાંધવા માટે  1892માં લોક માન્ય તિલકે  મહારાષ્ટ્રમાં સાર્વજનીક ગણેશ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. આજે  આ મહોત્સવ માત્ર મહારાષ્ટ્ર પૂરતો સિમિત ન  રહેતા આખા  દેશનો તહેવાર બની ગયો છે. ગણેશ મહોત્સવની ઉજવણીમાં ગુજરાત પણ મહારાષ્ટ્ર સમોવડુ બની ગયું છે.

ગણેશજીમાં નારાયણ અને તેમની પત્ની રિધ્ધિ અને સિધ્ધીમાં લક્ષ્મીનો વાસ છે તેઓ બૂધ્ધી-વિવેકના દેવતા હોવાથી વિઘ્નહર્તા અને મંગલકારી છે ગણપતિજીની ઉપાસનાથી તમામ અશૂભ અને અમંગળનો આપોઆપ નાશ થાય છે તેઓ અલગ અલગ 12 નામથી ઓળખાય છે. તમામ નામનું અલગમહત્વ રહેલું છે. શૂભકાર્યની શરૂઆત પૂર્વ ગણપતીજીનું સ્થાપન કરવાથી  એકપણ કાર્યમાં રતિભારનું પણ  વિઘ્ન આવતું નથી. પોતાના પેટ જેટલી કૃપા બાપા ભક્તો પર વરસાવતા રહે છે. મુંબઈના લાલ બાગ કા રાજા ગણપતિ મહોત્સવ અને પૂર્ણેના દગડુ શેઠના ગણપતિ ભાવિકોમાં આસ્થાનું અનેરૂ સ્થાન ધરાવે છે.

લાલ બાગ કા રાજા પાસે જે મનોકામના  વ્યકત કરવામાં આવે તે પરિપૂર્ણ થાય છે તેથી અહી વર્ષ દરમિયાન રાખેલી માનતાઓ પૂરી કરવા માટે માત્ર મુંબઈ, મહારાષ્ટ્ર કે ભારતમાંથી નહીં પરંતુ વિદેશમાંથી ભાવિકો 10 દિવસ દરમિયાન આવે છે. બાપાની એક ઝલક પામવા માટે  12-14 કલાક સુધી લાઈનોમાં ઉભા રહે છે. ફૂટપાથ પર રાતવાસો પણ કરી લ્યે છે. લાલ બાગ કા રાજા માટે જેટલા હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.તેટલીજ  શાનદાર રીતે બાપાને વિદાય પણ આપવામાં  આવે છે. વિસર્જન વેળાએ ભાવિકો   ચૌધાર આંસુએ રડી પડે છે. મુંબઈનું સિધ્ધી વિનાયક મંદિર પણ  જગ વિખ્યાત છે અહીં 365 દિવસ ભાવિકોની ભીડ રહે છે. પૂર્ણના દગડુ શેઠના ગણપતિનું પર અનેરૂ મહત્વ છે.

ગુજરાતમાં પણ અનેક ગણેશ મંદિરો આવેલા છે. મહેમદાવાદનું સિધ્ધી વિનાયક મંદિર, ઉંઝાના ઐઠોરનું ગણપતિ મંદિર જયાં બાપાની મૂર્તિ માટીથી બનેલી છે. આ મંદિર 1200 વર્ષ જુનુ છે. ઉપલેટાના ઢાંકનું ગણેશ મંદિર જયાં ભાવિકો દ્વારા બાપાને પત્ર લખવામાં આવે છે પુજારી આ પત્ર બાપાની સમક્ષ વાંચે છે જામનગરના સપડાનું ગણેશ મંદિર, ઉત્તર ગુજરાતનાં ગણેશપુરા અને રૂદાતલનું ગણેશ મંદિર પણ  ભાવિકોમાં આસ્થાનું પ્રતિક છે. રાજકોટમાં પણ  બે સ્થળે ગણેશજીના મંદિર આવેલા છે. ગણેશજી મંગલકારી દેવતા હોવાથી તેઓની પુજા-અર્ચનાથી જીવનમાં મંગલ-મંગલ જ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.