Abtak Media Google News

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરીત  સમરસ પેનલનાં સમર્થનમાં જુવાળ જોવા મળી રહયો છે.  શનિવારે  સાંજે વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યુવા વકીલો માટે એક ખૂબ આકર્ષક કાર્યક્રમ નવિનત્તમ અભિગમ સાથે યોજાયેલ હતો જેમા ખૂબ મોટી સંખ્યામાં યુવા એડવોકેટ, ભાજપ અગ્રણીઓ, સમરસ પેનલનાં તમામ ઉમેદવારો વિશેષ હાજર રહ્યા હતા. યુવા વકીલોએ મોડે સુધી આ કાર્યક્રમનાં અનેક આકર્ષણોને ખૂબ માણ્યા હતા.

સમરસ પેનલ થકી પ્રમુખપદનાં  કમલેશભાઈ શાહ, ઉપપ્રમુખ પદે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પદે પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર પદે આર.ડી. ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરીપદેથી મેહુલ મહેતા, સહિતનાં ઉમેદવારો   પ્રચાર કરી રહ્યા છે

પ્રચાર-પ્રસારની કમાન સંભાળી યુવા ધારાશાસ્ત્રીઓ દ્વારા અનોખું આયોજન કરાયું

જેમા કાર્યક્રમની શરૂઆતમાં યુવા એડવોકટે પુનમ પટેલ, ચાંદની પુજારાએ ગણેશ વંદના પ્રસ્તુત કરી હતી. ઉપરાંત એડવોકેટ મોનલ પટેલે શીવ સ્તુતી ઉપર સુંદર નૃત્ય રજુ કરેલ હતું. તમામ ઉમેદવારોની ભવ્ય જીત માટે ચાંદની પુજારાએ વિશેષ પ્રસ્તુતી રજુ કરી તમામને તાલીઓ પાડવા માટે મજબુર કરેલ હતા. સાથે એડવોકેટ પુનમ પટેલએ નવીનતમ કઠપુતળી ડાન્સ રજુ કરેલ હતો. એડવોકેટ પારસ શેઠની નાની દીકરી અનાયા શેઠ દ્વારા હુલાહુપ રિંગ દ્વારા ડાન્સ રજુ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. એડવોકેટ કપીલ શુક્લનાં પુત્ર નિલ શુકલ દ્વારા સ્તુતીપઠન કરવામાં આવેલ હતું. આ તકે અમીત લાખાણી દ્વારા આયોજન કરેલ કેમ્પ ફાયરનો તમામએ ખૂબ આનંદ લીધો હતો. એડવોકેટ કેતનભાઈ વોરાનાં પુત્ર જેઓ પણ એડવોકેટ છે તેને અનપ્લગ બેન્ડ થકી  તમામને પસંદ પડે તેવા ગીતો રજુ કરીને તમામને ખૂબ પ્રફુલ્લીત બનાવ્યા હતા.  શેરડી, જીંજરા અને ચીકીની મજા સાથે તમામએ આ કાર્યક્રમને મોડે સુધી માણ્યો હતો.

બારનાં સીનીયર  ધારાશાસ્ત્રીઓમાં તુલસીદાસ ગોંડલીયા, અમીતભાઈ જોશી, જયદેવભાઈ શુકલ, મહર્ષીભાઈ પંડયા, મહેશભાઈ ત્રિવેદી, એ.ડી. વ્યાસ, હરેશભાઈ દવે,  બારનાં પ્રમુખ લલીતસિંહ શાહી ભગીરથસિંહ ડોડીયા, ઈન્દ્રસિંહ ઝાલા, પરેશભાઈ મારુ, રૂપરાજસિંહ પરમાર, ડી.ડી.મહેતા, રાજેન્દ્રસિંહ(રાજભા) ઝાલા, દિલેશભાઈ શાહ, અશ્વીનભાઈ મહાલીયા, હરેશભાઈ પરસોંડા, વિશાલભાઈ ગોસાઈ, બિમલભાઈ જાની, અશ્વીનભાઈ ગોસાઈ, મહીલા ધારાશાસ્ત્રીઓ  રજનીબા રાણા, સમરસ પેનલનાં મહીલા અનામત કારોબારી ઉમેદવાર રેખાબેન પટેલ, ચેતનાબેન કાછડીયા,  હાજર રહયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રદેશ ભાજપ લીગલ સેલનાં સંયોજક અનીલભાઈ દેસાઈ, કારોબારી સભ્ય કીશોરભાઈ સખીયા, રાજકોટ ભાજપ લીગલ સેલ સંયોજક પીયુષભાઈ શાહ તથા સહ સંયોજક કમલેશભાઈ ડોડીયાનું માર્ગદર્શન પ્રાપ્ત થયેલ હતું.

ક્ષત્રીય એડવોકેટ્સનું સમરસ પેનલને સમર્થન, હરીફ પેનલમાં સોપો

બાર એસોસીએશનની ચુંટણીનાં સંદર્ભે  ક્ષત્રીય વકિલઓની  મીટીંગ રવિવારનાં રોજ મળેલી હતી જેમાં ક્ષત્રીય સમાજની  તમામ જ્ઞાતિનાં વકિલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. સમરસ પેનલનાં સમર્થનમાં  ટેકો જાહેર કરી આખી પેનલને જંગી બહુમતીથી વિજેતા બનાવવાની નેમ જાહેર કરેલ હતી. આ મીટીંગમાં ક્ષત્રીય સમાજનાં અગ્રણી,  સમરસ પેનલનાં ટ્રેઝરર પદનાં ઉમેદવાર આર.ડી. ઝાલા, વકિલ અશોકસિંહ વાધેલા,  જે.એફ રાણા,  રજનીબા રાણા, હરિસિંહ વાઘેલા, રૂપરાજસિંહ પરમાર, રાજભા  જાડેજા,  રામદેવસિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ જાડેજા, રાજભા ઝાલા,

ઇન્દુભા ઝાલા, દુર્લભસિંહ રાઠોડ, મયુરસિંહ ઝાલા, એચ.એલ. જાડેજા, શકિતસિંહ ઝાલા, હાર્દિકસિંહ ઝાલા, શિવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, રાજભા ગોહિલ,  મુકુંદસિંહ સરવૈયા,  ઉપરાંત કારડીયા તેમજ સોરઠીયા રાજપુત સમાજના અગ્રણી અને એડવોકેટો  ભગીરથસિંહ ડોડીયા, કમલેશભાઈ ડોડીયા, એન.ડી. ચાવડા, રાજકુમાર હેરમાં, અજયસિંહ ચૌહાણ, હાર્દીક ડોડીયા, ખોડુભા સાકરીયા, કિરીટ નકુમ, જીજ્ઞેશભાઈ ડોડીયા, કૈલાશભાઈ ડોડીયા, શકિતભાઈ ગોહેલ, ભાવેશભાઇ ડોડીયા, હિમાંશુભાઈ ડોડીયા, રવિરાજસિંહ રાઠોડ, હિતેષભાઈ સાકરીયા, યશવંતસિંહ ચાવડા, વિશાલ  સોલંકી, જે.વી. પરમાર, ધર્મેશભાઈ સોલંકી, શ્યામલભાઈ રાઠોડ, દિવ્યેશભાઈ પરમાર , કાઠી ક્ષત્રીય સમાજના આગેવાનો  રધુવીરભાઈ બસીયા, રણજીતભાઇ પટગીર, વિજયભાઈ પટગીર, બોરીચા ભુપેન્દ્રસિંહ, દીલીપભાઈ ખાચર, હરેશભાઈ ખાચર, ભાર્ગવરાજસિંહ વાળા, ઉમેદભાઈ બસીયા, નાથુભાઈ ખાચર વિગેરે આ મીટીંગમાં હાજર રહયા હતા. સમરસ પેનલનાં તમામ ઉમેદવારો જંગી જીત મેળવે તેવું વાતાવરણ બની ગયું છે.

જૈન એડવોકેટ ફોરમ દ્વારા  સમરસ પેનલને  વિજેતા બનાવવા હાંકલ

બાર એસોસીએશનની ચુંટણીનાં ઉપલક્ષમાં   જૈન એડવોકેટ ફોરમ દ્વારા તમામ  વકીલો માટે ગત તા.17નાં રોજ જીમખાના હોલ ખાતે  મીટીંગ મળી હતી  જેમાં મોટી સંખ્યામાં જૈન સીનીયર અને જુનીયર તેમજ મહીલા એડવોકેટો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. સમરસ પેનલનાં  પ્રમુખપદે જૈન અગ્રણી કમલેશભાઈ શાહ ઉમેદવારી નોંધાવી છે. સમગ્ર ટીમને જંગી બહુમતીથી વિજેતા બનાવવા સમરસ પેનલ તરફી મતદાન કરવા અપીલ કરી છે.  આ મીટીંગમાં પ્રદેશ ભાજપ લીગલ સેલનાં સંયોજક અને જૈન આગેવાન અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા,

રાજકોટ ભાજપ લીગલ સેલ સંયોજક જૈન આગેવાન પિયુષભાઈ શાહ, સહસંયોજક કમલેશભાઈ ડોડીયા ખાસ ઉપસ્થિત રહયા હતા. આ તકે ભાજપ લીગલ સેલના ક્ધવીનર પદે નિયુકતી પામેલ પિયુષભાઈ શાહ અને કમલેશભાઈ ડોડીયાનું  બહુમાન કરવામાં આવ્યું હતું.

રાજકોટનાં ડી.જી.પી.  એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે જૈન સમાજ હંમેશા તમામ જ્ઞાતિ, સમાજ, વર્ગોને સાથે લઈને ચાલનાર સમાજ છે,  એડવોકેટ  મધુભાઈ ખંધારએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતુ કે પ્રમુખપદનાં ઉમેદવાર  કમલેશભાઈ શાહ એક ઉમદા વ્યકિત સાથે પ્રખર જીવદયા પ્રેમી પણ છે.  તેમને વિજેતા બનાવવા એ આપણી નૈતિક ફરજ છે.  નિલેશભાઇ, કિશનભાઈ ગાંધી, કેતનભાઈ ગોસલીયા, હેમેનભાઈ ઉદાણી, બીપીનભાઈ ઉદાણી,વી.સી.દોશી, સમકીત ઉદાણી, ફેનીલ મહેતા, ભાવીન દફતરી, પ્રતિક દફતરી, પ્રફુલ દોશી, વિરાજ પી. દોશી, અભય શાહ, મધુભાઈ ખંધાર, વિનુભાઈ ગોસલીયા, કેતનભાઈ ઉદાણી, હેમંતભાઈ કામદાર, વિકાસ શેઠ, ગૌતમ ગાંધી, બિપીનભાઈ ગાંધી, ગોરાંગ મહેતા, એસ.પી. કામદાર, અમન દોશી, અલ્પાબેન મોદી,  અલ્પાબેન શેઠ, પૂર્ણિમા મહેતા, યર્થાથ શાહ, લીગલ સેલ ફોટોગ્રાફી જશ્મીનભાઈ કે. ગઢીયા, પારસભાઈ શેઠ, હર્ષીલ શાહ, નિપૂણભાઈ દોશી, નિવીધ પારેખ, હેમાંશુ પારેખ, ચિરાગ શાહ વિગેરે ઉપસ્થિત રહયા હતા. આ તકે જૈન આગેવાન  જીતુભાઈ કોઠારીએ ખાસ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા  દિલેશભાઈ શાહ દ્વારા  કરવામાં આવી હતી.

મંત્રી રાઘવજીભાઈની સમરસ પેનલ સાથે મુલાકાત

ભાજપ લીગલ પ્રેરીત સમરસ પેનલ સાથે રાજકોટનાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલએ વિશેષ શુભેચ્છા મુલાકાત લઈ પ્રમુખપદનાં ઉમેદવાર  કમલેશભાઈ શાહ સહિતનાં તમામ ઉમેદવારોને વિજયની શુભેચ્છા પાઠવી અને ભાજપ પરિવાર તમામ રીતે સમરસ પેનલની સાથે છે. તેવી ખાત્રી આપી હતી.  આ પેનલ જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યકત કરેલ હતો.  રાજકોટ ભાજપ લીગલ સેલનાં સંયોજક પીયુષભાઈ શાહ અને સહ સંયોજક કમલેશભાઈ ડોડીયા વિશેષ ઉપસ્થિત રહયા હતા.

સમરસ પેનલને ભૂદેવ વકીલોએ વિજય ભવ: ના આશિર્વાદ પાઠવ્યા

બ્રહ્મ વકિલોનું  સંમેલન ભાજપ લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલનાં ઉમેદવારોનાં સમર્થનમાં યોજાયેલ હતું. બાર એસોસીએશનની ચુંટણીમાં તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવા બ્રહ્મ વકીલો મોટી સંખ્યામાં મતદાન કરે તેવો સંકલ્પ આ સંમેલનમાં તમામએ લીધેલ હતો. બ્રહ્મ વફીલો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિજય ભવ: આશીર્વાદ પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં સીનીયર વકીલ અમીતભાઈ જોશી, ગીરીશભાઈ ભટ્ટ, જયદેવભાઈ શુકલ, પ્રશાંતભાઈ જોષી, યોગેશભાઇ રાજયગુરૂ, મે.ડી. વ્યાસ, જયેશભાઈ જાની, મયંકભાઈ પંડયા, આશુતોષભાઇ જોષી, હરેશભાઈ દવે, નરેશભાઈ દવે, મીતુલભાઇ આચાર્ય, બિમલભાઇ જાની, રશ્મીકાંત પંડયા, કે.સી. વ્યાસ જયેશભાઈ ઉપાઘ્યાય (બોલબાલા), જીજ્ઞેશભાઇ જોષી, ,  ડી.બી. વસાવડા,  ગજેન્દ્રભાઇ જાની, શૈલેષભાઇ ભટ્ટ, ભાજપના વોર્ડ નં.11 ના પ્રભારીશ્રી પરેશભાઇ ઠાકર ,   ભાવનાબેન જોષીપુરા,  વિગેરે ઉપસ્થિત રહેલા,   બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શીતભાઈ જાની,  સામાજીક અગ્રણી કશ્યપભાઇ શુકલ , નેહલભાઇ શુકલ ,   સ્ટેંન્ડીંગ  ચેરમેન જૈમીનભાઈ ઠાકર  ઉપસ્થિત રહયા હતા.

સમરસ પેનલના સમર્થનમાં રેવન્યુ પ્રેકટીસનર્સ એસો.નું  સ્નેહમિલન

સમરસ પેનલમાં પ્રમુખ પદ માટે કમલેશભાઈ શાહ, ઉપપ્રમુખ પદે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પદે પી. સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્રભાઈ ગોંડલીયા, ખજાનચી પદે આર. ડી. ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરી પદે મેહુલ મહેતા, મહિલા અનામત બેઠક પરથી રેખાબેન પટેલ તથા કારોબારી સભ્યોના પદ માટે નિકુંજ શુક્લ, કૌશલ વ્યાસ, ભાવેશ રંગાણી, પ્રવીણ સોલંકી, અમિત વેકરીયા, અજયસિંહ ચૌહાણ, સાગર હપાણી, રણજીત મકવાણ, યશ ચોલેરાએ ઉમેદવારી નોંધાવેલ છે.

આ પેનલને સીનિયર, જુનીયર, મહીલા વકીલોનું સ્વયંભુ રીતે સમર્થન મળી રહ્યું છે. ત્યારે ભાજપ લીગલ સેલ પ્રેરીત ’સમરસ પેનલ’ ના તમામ ઉમેદવારોના સમર્થનમાં રેવન્યુ પ્રેકટીસ કરતાં તમામ એડવોકેટસનું એક સ્નેહમિલન મંગળવારે તા.19-12-2023ના રોજ સાંજે 7.30 કલાકથી રાજકુમાર કોલેજ સામે, ડો. રાધાકૃષ્ણ રોડ, કાઠીયાવાડ જીમખાના ગાર્ડન નં.1 ખાતે રાખવામાં આવેલ છે. આ તકે રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશનના તમામ સભ્યોને ઉપસ્થિત રહેવા રેવન્યુ પ્રેક્ટિશનર એસો.ના ચેરમેન દિલીપભાઈ જે. મીઠાણી, પ્રમુખ એન. જે. પટેલ, ઉપપ્રમુખ કિશોર આર. સખીયા અને સેક્રેટરી જી.એલ. રામાણીએ આમંત્રણ પાઠવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ   હિતેશ મહેતા, કેતન ગોસલીયા, દિલેશ શાહ, સંદીપ વેકરીયા, વી.એમ. પટેલ, ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.