Abtak Media Google News

રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

 

Advertisement

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છેલ્લા અઠવાડીયા દરમિયાન તબક્કાવાર પડેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત તા બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી અને જરુરી સૂચનાઓ આપી હતી. જામકંડોરણા ખાતે જિલ્લાના અધિકારીઓ સો મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન રૂપાણીએ ભારે વરસાદની સિઝનમાં લોકોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.

તેમણે જણાવ્યું કે, આગામી તા. ૨૯ સુધી  ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.  વળી સૌરાષ્ટ્રના મોટા ભાગના પ્રદેશોમાં એક જ સપ્તાહમાં તબક્કાવાર વરસાદ પડયો છે, તેના કારણે ઉદભવેલી પુરની સ્િિત  સામે તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત અને બચાવની કામગીરી  બિરદાવવા યોગ્ય છે. મુખ્યમંત્રીએ આવી સુંદર કામગીરી બદલ અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ જળાશયોની વર્તમાન સ્િિતની જાણકારી મેળવી હતી, અને નાના ચેકડેમોમાં નૂકસાન યું હોય તો ત્યાં રેતીની બોરીઓ મુકવાની વ્યવસ કરવા સિંચાઇ વિભાગને સૂચના આપી હતી.

રાજકોટ જિલ્લામાં સ્ળાંતર કરવામાં આવેલા પરિવારોની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી. તા એનડીઆરએફ અને એસડીએફઆર દ્વારા કરાયેલી કામગીરીને બિરદાવી હતી. રૂપાણીએ વિજવીક્ષેપવાળા ગામોમાં યુધ્ધના ધોરણે વિજ પૂરવઠો પૂર્વવત કરવા પણ સુચના આપી હતી. માનવ મૃત્યુના કિસ્સામાં તત્કાલ સહાય ચુકવવા તા ખેતીમાં યેલ નુકશાન સત્વરે ભરપાઇ કરવા તેમણે અધિકારીઓને જણાવ્યુ હતું.આ બેઠકમાં મંત્રી જયેશભાઇ રાદડીયા, મહેસુલ સચિવ પંકજકુમાર, કલેકટર ડો. વિક્રાંત પાંડે, પીજીવીસીએલના એમ.ડી.  સુાર, જિલ્લા વિકાસ અધિકારી પંડયા, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક અંતરીપ સુદ સહિતના અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.