Abtak Media Google News

આજે ઋણ સ્વીકાર સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકોને ઉપસ્થિત રહેવા આહવાન કરતા આગેવાનો

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે સાંજે ભવ્યાતિભવ્ય ઋણ સ્વીકાર સમારોહ યોજાનાર છે. જેમાં દાઉદી વ્હોરા સમાજ પણ જોડાનાર છે. ત્યારે આતકે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતુ કે અમારા સમાજના પાંચ મહોલ્લાના લોકો જોડાશે. વિજયભાઈ વર્ષોથી માનવ સેવા કરી રહ્યા છે. જેઓએ પુજીત રૂપાણી ટ્રસ્ટ થકીકોલસાને ડાયમંડ બનાવ્યા છે.

જે તે સમયનાં વિદ્યાર્થી આજે વકીલ, ડોકટર બની સમાજની સેવા કરી રહ્યા છે. વિજયભાઈએ કોઈપણ જાતના વાદ-વિવાદ વગર કામગીરી કરી છે. અને કરી રહ્યા છે. તેથી જ આજે વિજયભાઈ પ્રત્યે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને માન છે. વિજયભાઈએ પોતાના પરિવારની જેમ દરેક વર્ગને સાચવ્યો છે. રાજકોટ હોય કે ગુજરાત દરક સમાજને સાથે લઈને ચાલનારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં વસતા લોકો માટે અઢળક સુવિધાઓનાં ભંડાર ખોલ્યા હતા. જેમકે મધ્યમ વર્ગ માટે આવાસ યોજનાઓનું નિર્માણ, તબીબ ક્ષેત્રે એઈમ્સ હોસ્પિટલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, નવુ બસ સ્ટેશન, ફલાય ઓવરબ્રીજ રેસકોર્ષ ર, કાયમી પાણીનો પ્રશ્ર્ન હલ કર્યો છે.

આવા અગણિત વિકાસના કામો કરેલ છે. રાજકોટની પ્રજા તથા સમગ્ર દાઉદી વ્હોરા સમાજ સદાને માટે ઋણી રહેશે. આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં દાઉદી વ્હોરા સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહી આભાર વ્યકત કરવા ઉપસ્થિત રહેશે. આ માટે ‘અબતક’ની મુલાકાતે શેખ યાહયાભાઈ ગાંધી, શેખ યુસુફઅલી જોહરકાર્ડસ, શાકીરભાઈ કાચવાલા, અજીઝભાઈ, ભારમલ, હુશેનભાઈ બાટલા વાલા, શબ્બીરભાઈ કાચવાલા, જાબીરભાઈ લોટીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.