મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શહેર ભાજપની બહેનો રાખડી બાંધશે

આગામી રક્ષાબંધનના પાવનપર્વે અનુલક્ષીને શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન ગુજરાતની જનતા માટે રાત દિવસ જોયા વગર ધ ગ્રેટ કોરોના વોરિયર તરીકે યશસ્વી કામગીરી કરી છે. કોરોના જેવા મહાયુદ્ધમાં ભીષ્મ પિતામહ બની ગુજરાતની જનતા માટે યશસ્વી કામગીરી કરેલ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ માટે રક્ષાબંધનના પાવનપર્વ અનુલક્ષી રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા રાખડી મોકલી દીર્ઘ આયુષ્ય તથા રક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવશે.

શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડાએ જણાવ્યું હતું કે રક્ષાબંધનનું પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા તા.19/8 ને ગુરૂવારે, સાંજે 4:00 કલાકે શહેરના મેયર બંગલા ખાતે બહેનો માટે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે સ્પર્ધામાં બહેનો દ્વારા બનાવાયેલ રાખડી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાંડે બાંધવામાં આવશે.

તો ભાગ લેવા ઈચ્છુક બહેનો આ રાખડી સ્પર્ધામાં ભાગ લેવા માટે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા (મો. નં. 94ર7પ6પ019) મહામંત્રી લીનાબેન રાવલ (96ર4090પ99) કિરણબેન હરસોડા (9713093098 )નો સંપર્ક કરવા જણાવાયું છે. તો આ સ્પર્ધામાં બહેનોને જોડાવવા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડાએ બહેનોને જાહેર અનુરોધ કરેલ છે.