Abtak Media Google News

 હળવદના અમરાપર ગામની સરકારી શાળામાં  આજે શિક્ષકોની ઘટ હોવાથી નારાજ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી અને એક શિક્ષિકાને અન્ય ગામમાં ચાર્જ સોપવામાં આવતા શિક્ષિકાને પરત કરવાની માંગ કરી રહ્યા છે

સરકારી શાળામાં શિક્ષણ કાર્ય રામ ભરોસે ચાલી રહ્યું છે ભણશે ગુજરાત જેવા સોનેરી સુત્રો આપતી સરકાર સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો ફાળવી સકતી નથી અને હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં અવારનવાર શાળાને તાળાબંધી જેવા બનાવો બનતા રહે છે જેમાં આજે હળવદ તાલુકાના જુના અમરાપર ગામની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ હોય તે ઉપરાંત શાળાના મહિલા શિક્ષિકાને માથક ગામનો ચાર્જ સોપવામાં આવ્યો હોય.

જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોય આજે સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી અને શિક્ષિકાને જુના અમરાપર પરત નહિ કરાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની ચીમકી ઉચ્ચારી છે તો આ મામલે ગ્રામજનોએ અગાઉ પણ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી જોકે તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ના હોવાનો રોષ ગ્રામજનોએ વ્યક્ત કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.