Abtak Media Google News

અન્ય વ્યક્તિઓના ફોટા અને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી સીમ કાર્ડ એક્ટિવ કરતા શખ્સને એસ.ઓ.જી.એ દબોચી લીધો

વિછીયા તાલુકાના ભડલી ગામમાં સીમકાર્ડ કાઢવા માટે અન્ય વ્યક્તિઓના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરતાં દુકાનદારને ઝડપી પાડ્યો છે. એસઓજીના સ્ટાફે ડેટા એનાલિસિસના આધારે ભડલી ગામના શખ્સને દબોચી લીધો છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ એસઓજી શાખાના પીઆઇ કે.બી.જાડેજાની રાહદારીમાં પીએસઆઈ બી.સી.મિયાત્રા અને કે.એમ.ચાવડા સહિતના સ્ટાફે ડેટા એનાલીસિસ આધારે વિછીયા તાલુકાના ભડલી ગામે દરોડો પાડી હરેશ રણછોડ સાંકળિયા નામના દુકાનદારને દબોચી લીધો હતો.

હરેશ સીમકાર્ડમાં અન્ય વ્યક્તિઓના ફોટાનો ઉપયોગ કરી ડમી સીમ કાર્ડ વહેચતો હોવાથી એસ.ઓ.જી. સ્ટાફે બાતમીના આધારે દબોચી લીધો હતો. જસદણ પોલીસે હરેશ સાંકળિયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઈ એસ.એમ.રાદડીયા ચલાવી રહ્યા છે.

પોલીસનો પ્રજાજોગ સંદેશ

(1) જયારે પણ કોઈ દુકાનમાં નવુ સીમકાર્ડ ખરીદી કરવા જાવ ત્યારે પોતાના  આધારકાર્ડનો ફોટો દુકાનદારને તેના મોબાઈલ ફોનમાં પાડવા ન દેવો અને ફકત આધારકાર્ડનો નંબર જ આપવો.

(2) નવુ સીમકાર્ડ જયારે એકટીવ કરવાનું હોય ત્યારે તે સીમકાર્ડ દુકાનદાર પાસે એકટીવ નહી કરાવતા પોતાના  મોબાઈલમાં સીમકાર્ડ નાખી જાતે જ વેરીફીકેશન કરાવી એકટીવ કરવું.

(3) સીમકાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકનું દુકાનદાર દ્વારા તેના મોબાઈલમાં જે તે કંપનીની એપ્લીકેશનમાં ઓનલાઈન સીએએફ (કસ્ટમર એપ્લીકેશન ફોર્મ) ભરી ત્યારે જ ફોટો લઈ ફોર્મમાં અપલોડ કરવામાં આવે છે. પરંતુ  દુકાનદાર દ્વારા ચાલાકી વાપરી યેનકેન પ્રકારે ફોટો બરાબર નથી આવેલ તેવા બહાના બતાવી તેગ્રાહકની બીજી વખત પોતાના ફોનમાં ફોટો લેવાનું જણાવે ત્યારે  તેને આ બાબતે પૂછપરછ કરી તેની બીજી વખત ફોટો લેવા દેવો નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.