Abtak Media Google News

જનતાને રંજાડો નહીં: સાચો અમલ કરાવો: કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની પોલીસ કમિશનરને રજૂઆત

લોકડાઉનના અમલના નામે પોલીસ દ્વારા થઇ રહેલી દાદાગીરી, વાહન ડીટેઇન કરી લોકોના ખીસ્સા ખંખેરવાની કામગીરી સામે લોકોમાંથી રોષ ઉઠયો છે.

વોર્ડ નં.૩ ના મ્યુ. કોર્પોરેશન ગાયત્રીબેન વાઘેલાએ પોલીસ કમિશ્નરને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે પોલીસે લોકોને હેરાન કરવાના બદલે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવી જોઇએ.

લોકડાઉમાં રાજકોટ શાણી અને સમજુ પ્રજા સ્વયંભૂ સહકાર આપી રહી છે. પોલીસ તંત્રની કામગીરીમાં કયાંક કયાંક અતિરેક તેમજ ખાનગી રીતે દરેક પોલીસ સ્ટેશનને વાહન ડીટેઇન કરવા માટેના જે લક્ષ્યાંક આપવામાં આવ્યા છે તેમજ ખાનગી રીતે દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા ૬૦ લોકોને તો લોકડાઉનના ભંગ બદલ લોકઅપમાં રાખવાના જે ફતવાઓ બહાર પાડવામાં આવ્યા છે.

આ દેશોનો અમલ કરવા માટે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓથી લઇ અને નીચે સુધીનો સ્ટાફ પ્રજા ઉપર વાણી વર્તન અને વ્યવહારથી બેફામ સીતમ ગુજારી રહ્યો છે. સત્તાધારી પક્ષના જોરે પોતે સર્વશ્રેષ્ઠ હોય છે તે રીતે પ્રજા ઉપર અતિરેક થઇ રહ્યો છે. નિયમ અનુસાર જે લોકોને અવર જવર માટે છુટ છાટો આપવામાં આવી છે તેઓને રોકી સાચા ખોટા સવાલો પૂછવામાં આવે છે. સામાન્ય રાહદારી એકલ દોકલ વ્યકિતથી લઇ અને શહેરનાં અગ્રણી ઉઘોગપતિઓને પોલીસ તંત્રના આ કડવા અનુભવો રોજે રોજ થાય છે.

હાલની પ્રર્વતમાન પરિસ્થિતિમાં ધંધા રોજગાર બંધ છે. સામાન્ય માણસ પોતાની જીવન જરુરી ચીજવસ્તુઓ, રાશનકાર્ડની દુકાને રાશન લેવા જતો હોય વ્યાજબી કારણો હોવા છતાં પોલીસ કમિશ્નરના આદેશના પગલે અધૂરા  લક્ષ્યાંક પૂરા કરવા માટે પોલીસ તંત્ર આવા વાહનો અને લોકોને ડીટેઇન કરે છે. અને ભારેખમ દંડ વસુલે છે. પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવેલા આદેશના પગલે હોસ્પિટલ અને અન્ય રીતે આગળના દંડના રકમની પણ વસુલાત કર્યા બાદ જ વાહન છોડવામાં આવે છે. ત્યારે આ લોકડાઉનમાં માત્ર પોલીસને પ્રજાના ખિસ્સા ખંખેરી વધુમાં વધુ રેવન્યુની વસુલાત કરી સરકારને ખુશ કરવામાં રસ છે. તેવું સ્પષ્ટ થાય છે.

પોલીસે કરવાની કામગીરી પોલીસ ભૂલી રહી હોય તેવા દ્રશ્યો દેખાય છે. જેમાં હજારો લોકોના ટોળા શહેરના માર્ગો બંધી કલેકટર કચેરી સુધી પહોંચે છે.

જંગલેશ્ર્વરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રોજેરોજ લોકોના ટોળાઓ રસ્તા ઉ૫ર આવી જાય છે. અને તે પણ પોલીસની કામગીરી સામે અનેક ફરીયાદો કરે છે. જયાં પોલીસે સખત લોકડાઉનનો અમલ કરાવવાનો છે. ત્યાં પોલીસ તંત્ર વામણું સાબિત થયું છે

લોકડાઉનના નિયમો અને અમલવારીના નામે પોલીસ નિર્દોષ જનતાને રંજાડે નહીં અને લોકડાઉનનો સાચો અમલ કરાવે વાહનનાં બમણાં નહી પણ ત્રેવડા દંડ વસુલવાની જે કાર્યવાહી છે એમાં રાહત આપે અને પ્રજાના સાચા મિત્રો બને અને લોકહાઉસ દરમિયાન પોલીસ અધિકારીઓએ કરેલા કાયદાના ભંગ સામે પણ સખત કાર્યવાહી માંગણી કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.