Abtak Media Google News

સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. આ નવા આઈટી નિયમો હેઠળ ટ્વીટર સામે પ્રથમ ફરિયાદ નોંધાઇ છે. નવા નિયમો મુજબ સ્ટેચ્યુટરી ઓફિસરની નિમણૂક ન કરતા હજુ ગઈકાલે જ સરકારે ટ્વીટર પાસેથી ઈન્ટરમિડીયેટનો દરજ્જો છીનવતા હવે ટ્વીટરનું પંખી ફફડી ઉઠ્યું છે. હવે તેના પ્લેટફોર્મ પર જે પણ કઈ પોસ્ટ, કન્ટેન્ટ કે કમેન્ટ  થશે તે માટે થર્ડ પાર્ટીની સાથે ટ્વીટર પણ જવાબદાર ગણાશે. અને આવા જ એક કેસમાં તાજેતરમાં ટ્વીટર સામે ભારતીય લોકોની લાગણી દુભાવવાનો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં આરોપ મુકાયો છે અને ફરિયાદ નોંધાઈ છે.

અબ્દુલ સમાદ નામના મુસ્લિમ વૃદ્ધની જબરદસ્તીથી હજામત કરવામાં આવતો હોવાનો વીડિયો ટ્વીટર પર વાયરલ થયો હતો અને આ મામલે ટ્વિટર સામે ગેઝિયાબાદમાં ફરિયાદ નોંધાયા બાદ ટ્વીટર ઇન્ડિયાના હેડ મનીષ મહેશ્વરીને નોટિસ ફટકારી છે. અને સાત દિવસની અંદર તેણે લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધવવા આદેશ કર્યા છે. તપાસ અધિકારી દ્વારા નોટિસ ટ્વીટરની મુંબઇ ખાતેની ઓફિસના સરનામે મોકલવામાં આવી છે.

જણાવી દઈએ કવ ટ્વીટર પર વાયરલ થયેલા વીડિયોમાં વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે 5 જૂને તેના પર હુમલો થયો હતો. બીજા એક વીડિયોમાં દાવો કર્યો હતો કે તેની દાઢી કાપી નાખવામાં આવી હતી અને તેમને “વંદે માતરમ” અને “જય શ્રી રામ”ના નારા જોર જબરદસ્તી કરી બોલાવડાવવામાં આવ્યા હતા. આવો ધાર્મિક લાગણી દુભાવવાનો વીડિયો વાયરલ થતો ટ્વિટરે અટકાવ્યો કેમ નહીં ? આ પ્રશ્નાર્થ સાથે ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઉપરાંત અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સામે કેસ નોંધ્યો છે. બધા પર “સાંપ્રદાયિક લાગણીઓને ભડકાવવાનો” આરોપ છે. આ કેસમાં પત્રકારો રાણા અયુબ, સબા નકવી અને મોહમ્મદ ઝુબૈરનું નામ પણ સામેલ છે.

ફફડેલું ટ્વીટર સંસદીય સમિતિ સામે હાજર

નવા આઈટી નિયમોને લઈને સોશિયલ મીડિયા જાયન્ટસ અને સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જો કે સરકારે લાલ આંખ કરતા ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ સહિતના પ્લેટફોર્મે નિયમો ફરજિયાતપણે માનવા પ્રતિબદ્ધતા દાખવી હતી પરંતુ ઉડાઉડ કરતી ટ્વિટરની ચકલી હજુ સમી રહી નથી. નવા નિયમો મુજબ સ્ટેચ્યુટરી ઓફિસરની નિમણુંક ન કરતા સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

સરકારે ટ્વીટર પાસેથી ઈન્ટરમીડિયેટનો દરજ્જો છીનવી લેતા હવે ટ્વિટર પર જે પણ કાંઈ ગેરકાયદે કોન્ટેન્ટ, પોસ્ટ થશે તેના માટે થર્ડ પાર્ટીની સાથે ટ્વિટર પણ જવાબદાર ગણાશે. સરકારની આ કાર્યવાહીની સાથે જ ગાજીયાબાદના એક મુસ્લિમ શખ્સનો એક વીડિયો વાયરલ થતા ટ્વીટર  ફરિયાદ નોંધાઇ છે. આ વચ્ચે આજે ફફળેલું ટ્વીટર સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાનું છે. આજરોજ સાંજે 4 વાગ્યે સંસદીય સમિતિ સમક્ષ હાજર થઈ માહિતી આપવા માટે ફરમાન કરાયું છે.

નવા આઈટી નિયમોને લઈને સંસદીય સમિતિ ટ્વિટર પાસેથી એ જાણશે છે કે તે ઇન્ટરનેટ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે શું કરી રહ્યું છે? ટ્વિટરની ક્રિયાઓ પર ઘણી વખત સવાલ ઉભા થયા છે. તાજેતરનો કિસ્સો ગાઝિયાબાદ જિલ્લાનો છે જ્યાં ટ્વિટરે તેની તરફેથી ગેરકાયદે વાયરલ વીડિયો રોકવા કોઈ પગલું ભર્યું નથી.

જણાવી દઈએ કે  તાજેતરમાં જ, ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) મનીષ મહેશ્વરીની દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા તેના મુખ્ય મથક બેંગલુરુમાં ટૂલકીટ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન, કેન્દ્રીય માહિતી અને તકનીકી પ્રધાન રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કર્યું છે કે ટ્વિટરને કાયદાનું પાલન કરવું જ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.