Abtak Media Google News

જાન્યુઆરી ૨૦૨૧માં પહેલા બાળકને આવકારશે વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આપ્યા ‘ગૂડ ન્યુઝ’

કરીના કપૂર બાદ બોલિવુડની વધુ એક એક્ટ્રેસ ૨૦૨૧માં ખુશ ખબર આપવા જઈ રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ૨૦૨૧માં પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. આ વાતની પુષ્ટી વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આપી છે. તેણે ટ્વીટ કરીને અનુષ્કા પ્રેગ્નેટ છે અને તેઓ ૨૦૨૧માં બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છે તે વાત જણાવી હતી. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘એન્ડ ધેન વી આર ધેર! અરાઈવિંગ જાન્યુઆરી ૨૦૨૧’. વિરાટ કોહલીના ટ્વીટથી ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વિરાટની આ ખબર શેર કરવાની સાથે જ તેને ફેન્સની લાઈક્સ અને કમેન્ટ મળવાનું શરૂ થઈ ગયું છે. ફેન્સ તેને કમેન્ટમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બોલિવૂડ એકટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ કરીના કપૂર ખાનના પરિવારમાં ટૂંક સમયમાં એક નવા મહેમાનની એન્ટ્રી થશે. આવા સમાચાર તો સોશિયલ મીડિયા પર ઘણા સમયથી આવી રહ્યા હતા પરંતુ હવે ખુદ સૈફ અલી ખાને જ સત્તાવાર રીતે આ વાતની જાહેરાત કરી છે. તેણે લખ્યું છે કે ટૂંક સમયમાં જ એક નવો સદસ્ય અમારા પરિવારમાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.