Abtak Media Google News

1 લાખથી વધુ એપોઇનમેન્ટ સ્લોટ્સ ખુલ્લા મુક્યા

કોરોનાના કપરા સમય બાદ જે રીતે વિદ્યાર્થીઓને વિઝા મેળવવામાં તકલીફ પડી હતી તેને ધ્યાને લઇ હવે નવેમ્બર મહિનાથી ફરી અમેરિકા વિદેશ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓ માટે વિઝા ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં એક લાખથી વધુના અપોઈન્ટમેન્ટ સ્લોટ પણ શરૂ કરાશે. એનો નિર્ણય યુ.એસ.એમબેસી અને ભારત દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો. દ્વારા જે એક લાખથી વધુના અપોઈન્ટમેન્ટ સ્લોટ શરૂ કરવામાં આવશે તેમાં એચ અને એલ વર્કર વિઝા માટે પણ એક વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.

અહીં જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તે પ્રથમ વખત અરજી કરનાર વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા મેળવનાર લોકો માટેની છે. માહિતી મુજબ આ સુવિધા નો લાભ વધુ ને વધુ એ લોકો દ્વારા લેવામાં આવશે કે જેઓ કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી તેઓ તેમના વતન પરત ફર્યા ન હોય. બીજી તરફ બી વન અને બી ટુ વિઝા માટે જે સમય લાગતો હતો તેમાં પણ ઘટાડો કરવા માટે સરકારે તૈયારી રાખવી છે અને તે દિશામાં જ તેમના દ્વારા પગલા પણ લેવામાં આવી રહ્યા છે. અમેરિકાએ દરેક પ્રકારના વિઝા માટેના અપોઈન્ટમેન્ટ ખુલ્લા મુક્યા છે પરંતુ ખૂબ લાંબી લાઈન અને જે સમય લાગતો હતો તે એટલો જ લાગશે. હાલ વિશ્વની ઇકોનોમી ઝડપભેર વિકસિત બની રહી છે ત્યારે અમેરિકા સહિતના દેશો દ્વારા જે પોતાના વિઝા પોલિસી શરૂ કરવામાં આવી છે તેનાથી ઘણો ફરો ફાયદો પણ પહોંચશે ત્યારે અમેરિકા દ્વારા લેવામાં આવેલું આ પગલું અત્યંત આવકારદાયક નિવાર છે અને ભારતીય વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ખૂબ જ વધુ ફાયદો પણ પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.