Abtak Media Google News

નગરપાલિકા સભ્યના મકાનમાં ચેકીંગમાં વીજ ચોરી  પકડાતા મામલો ગરમાયો

પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા, વિસાવદર શહેર મા વિજ ચેકીંગ હાથ ધરવા મા આવ્યુ હતુ, જેમા વિસાવદર શહેર ના જીવાપરા વિસ્તાર મા, વિજ કમઁચારી ઓ ચેકીંગ મા હતા ત્યારે, પાવર ચોરી ની ધટના સામે આવતા, વિસાવદર શહેર ના જીવાપરા વિસ્તાર મા રહેતા, શહેર ભાજપ અગ્રણી, અને માર્કેટીંગ યાર્ડ ના વાઇસ ચેરમેન, નગર પાલીકા ના સભ્ય કમલેશ છગનભાઇ રિબડીયા ના, ઘરે વિજીલન્સ તપાસ અધીકારી જતા, કમલેશ છગનભાઇ રિબડીયા, અને તેનો ભાઈ, ભરત રિબડીયા, ઉશ્કેરાઈ જઈ ને વિજીલન્સ અધીકારીને  ઢોર માર મારેલ, વહેલી સવાર ના આ બનાવથી વિસાવદર સામુહીક કેન્દ્ર મા વિજ કમઁચારી ઓ એકઠા થઈ ગયા હતા. આ બનાવ ના પગલે વિસાવદર પોલીસ સ્ટાફ, પશ્ર્ચિમ ગુજરાત વિજ કુ.ના કાયઁપાલક ઈજનેર માણાવદરીયા, વિસાવદર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરેલ હતી, સામા પક્ષે ભરત રિબડીયા દ્વારા પણ વળતી ફરિયાદ માટે ધમ પછાડા કરેલ, પરંતુ પોલીસ તંત્ર એ દાદ ના દેતા પીછૈ હઠ કરવી પડેલ, આ બનાવ મા પોલીસ ફરિયાદ ના થાય તે માટે ભાજપ ના અગ્રણીઓ એ ગાંધીનગર નગર સુધી કસરત કરેલ, પરંતુ ત્યાંથી પણ નિરાશા પ્રાપ્ત થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.