Abtak Media Google News

બાળકો તથા મહિલાઓની બબ્બે ટીમો સહિત 46 ટીમોએ લીધો ભાગ

આજના સમયમાં ભારતની રાષ્ટ્રીય રમત ન હોવા છતાં સૌથી વધુ જો કોઈ રમત લોકપ્રિય હોય તો ક્રિકેટ.સૌરાષ્ટ્ર અને રાજકોતે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામી ઘણા ખેલાડીઓ આપેલા છે.ક્રિકેટ પ્રેમીઓ માટે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા 26 એપ્રિલ થી 7મે સુધી દ્વિતીય રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ વિશ્વકર્મા કપના આયોજનનો રાજકોટ શહેરના જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

Vlcsnap 2023 04 27 09H04M25S979આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ રસિકભાઈ અને ગુર્જર સુતાર જ્ઞાતિ માટે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.જયંતીભાઈ તલસાણીયા તેમજ વિનયભાઈ તલસાણીયા તેમજ હર્ષદભાઈ બકરાણીએ,રાજેશભાઈ છનીયારા,અરવિંદભાઈ ત્રેટીયા,મિતેશભાઇ અન્ય ટીમ મેમ્બરો સાથે મળીને જહેમત ઉઠાવી રહ્યા છે.

ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ શહેર ઉપરાંત મોરબી,જામનગર, અમદાવાદ,પોરબંદર,કચ્છ, અમરેલી અને મુંબઈથી ક્રિકેટ ટીમ ભાગ લેવા માટે આવી છે.આ ટુર્નામેન્ટમાં કુલ 42 ટિમો આવી ચૂકી છે.તમામ ટીમો વચ્ચે ગઈકાલથી 5 મે સુધી લીગ મેચ અને 6 મે બંનેનો સેમિફાયલ તેમજ 7મે ના રોજ ફાઈનલ મેચ રમાડવામાં આવશે સાથે સાથે મેચ રમનાર ટીમ માટે ભોજન અને બહાર ગામની ટીમ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન એક પારિવારિક માહોલમાં કરવામાં આવેલ છે જેથી કરીને દરેક વ્યક્તિ તેમના પરિવાર સાથે ટુર્નામેન્ટ નિહાળવા આવી શકે.Vlcsnap 2023 04 27 09H01M43S845

સાંસદ રામભાઈ મોકરીયા ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી.આ તકે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તથા દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.ટુર્નામેન્ટમાં ભાગ લેનારમા બેસ્ટ બોલર ,બેસ્ટ બેટ્સમેન,બેસ્ટ ફીલ્ડર ઉપરાંત ફાઈનલ વિજેતાઓને ઇનામ આપી તથા ટ્રોફી આપી પુરસ્કૃત કરવામાં આવશે.

Screenshot 3 41 ક્રિકેટએ એક ખેલદિલીની રમત છે : રામભાઈ મોકરિયા

અબતક સાથેની વાતચીતમાં રામભાઈ મોકરીયા જણાવે છે કે,આજરોજ ગુર્જર સુતાર જ્ઞાતિના ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર રહેવાનો મોકો મળ્યો છે તે બદલ સમાજનો ખુબ ખુબ આભાર.ક્રિકેટ એ એક ખેલદિલીની રમત છે તથા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમોને આવી રમતોના કાર્યક્રમમાં હાજરી આપવાનું તથા શક્ય હોય તો રમવાનું વારંવાર કહેતા જ રહે છે. જ્ઞાતિ દ્વારા તથા અબતક મીડિયા દ્વારા આ કાર્યક્રમ લાઈવ પ્રસારિત થઈ રહ્યો છે તો જાહેર જનતાને કહેવા માગી શકે જરૂરથી આ ખેલ દિલના જંગ ને જરૂરથી નિહાળશો.

Screenshot 4 32

બે બાળકો તથા બે મહિલાઓની ટીમો સહિત 46 ટીમોએ ભાગ લીધો છે : રસિકભાઈ બદ્રકિયા

ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા અબતક ને જણાવે છે કે, અમારી જ્ઞાતિના યુવાનો માટે અમે આ આયોજન કરેલું છે. આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર,ગુજરાત તથા મહારાષ્ટ્ર થી પણ ટીમોએ ભાગ લીધો છે.આ ટુર્નામેન્ટ આજરોજ 26 એપ્રિલથી 7 મે સુધી રમાવા જઈ રહી છે આ વખતે ટુર્નામેન્ટમાં બે બાળકોની ટીમો તથા બે મહિલાઓની ટીમો પણ બનાવવામાં આવી છે ટોટલ 46 ટીમોએ ભાગ લીધો છે તથા ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી આપી પુરસ્કૃત કરવામાં આવશે.

Screenshot 1 52 આયોજન બદલ મારી જ્ઞાતિ નો ખુબ ખુબ આભાર : જૈવિનભાઈ

અબતક સાથેની વાતચીતમાં કેપ્ટન જૈવિનભાઈ જણાવે છે કે,અમારી જ્ઞાતિ દ્વારા જ્ઞાતિજનો માટે ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.કેપ્ટન ઇલેવન બી ટીમ વતી હું સુકાન સંભાળી રહ્યો છું. તથા આ આયોજન બદલ મારી જ્ઞાતિ નો ખુબ ખુબ આભાર.

આ ટુર્નામેન્ટ માટે મારી સમગ્ર ટીમનો ખૂબ ઉત્સાહ છે તથા અમે ખૂબ આકરી તૈયારીઓ પણ કરેલી છે અને આશા છે કે આ ટ્રોફી અમે જીતીશું.

Screenshot 2 45 કપનો પ્રથમ મેચ અમે રમ્યાનો વિશેષ આનંદ : મનીષભાઈ વઢવાણા

અબતક સાથેની વાતચીતમાં સ્પર્ધક મનીષભાઈ વઢવાણા જણાવે છે કે, જ્ઞાતિ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે મારી ટીમ દ્વારા ખૂબ તૈયારીઓ કરવામાં આવી છે તથા આ કપનો પ્રથમ મેચ અમે રમવા જઈ રહ્યા છીએ જેથી ખૂબ ઉત્સાહ પણ છે તથા 40 થી પણ વધુ ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો છે

આશા છે અમે બધી ટીમોને સારી ટક્કર આપીશું તથા આ ટુર્નામેન્ટ જીતીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.