Abtak Media Google News

Table of Contents

હવે રાજકોટને મળશે પોતાનો ‘ધોની’:વિક્રાંત ક્રિકેટ એકેડેમી  માધ્યમ બની

આધુનિક ટેકનોલોજી,ઉચ્ચકક્ષાની કોચિંગ સુવિધા અને પ્રમાણિત કોચથી સુસજ્જ એમ.એસ.ધોની ક્રિકેટ કોચિંગ એકેડેમી

ક્રિકેટમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા બાળકોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાથે વિશ્વસ્તરીય ક્રિકેટ કોચિંગ મળશે

સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનો સાથે કાર્ય કરવાનો સહયોગ છે:સોહેલ રૌફ

રાજકોટની પ્રખ્યાત ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા શૈક્ષણિક,સાંસ્કૃતિક અને રમતગમતમાં બાળકોને શ્રેષ્ઠ સહાય પૂરી પાડવામાં માને છે.ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અનુભવી તથા નેશનલ સ્તરે રમેલા અલગ અલગ રમત માટેના 9 કોચ છે.જે બાળકોને ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ પૂરું પાડે છે.અને તેમના માર્ગદર્શન હેઠળ ઘડતર માટે કંઈક નવી જ યોજના અમલમાં મૂકે છે.જે અંતર્ગત રાજકોટના યુવા વર્ગ અને બાળકોને ક્રિકેટમાં આગળ વધવા માટે એક પ્લેટફોર્મ મળી રહે તથા તેઓને વિશ્વવિખ્યાત આપણા ભારતના મહેન્દ્રસિંહ ધોનીનું માર્ગદર્શન મળે તે હેતુથી વિક્રાંત ક્રિકેટ એકેડેમી દ્વારા ગ્રીનવુડ સ્કૂલ કાલાવડ રોડ ખાતે મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડેમીની સ્થાપના કરવામાં આવી રહી છે.

ટૂંક જ સમયમાં મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડેમી ગ્રીનવુડ સ્કૂલ ખાતે શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજકોટની જનતા તેમજ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવા વર્ગ અને બાળકો સુધી આ સંદેશ પહોંચાડવા હેતુ પત્રકાર પરિષદનું આર.પી.જે હોટલ કાલાવડ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.ગ્રીનવુડ સ્કૂલ અને રોજર મોટરના ડાયરેક્ટર ક્રિપાલસિંહજી જાડેજા,સોહેલ રૌફ ખજઉઈઅના પ્રતિનિધિ, કેસબ રંજન બેનર્જી MSDCA ના ભૂતપૂર્વ મુખ્ય કોચ, શ્રીધર રેડી વિક્રાંત ક્રિકેટ એકેડેમીના ડાયરેક્ટર, ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ સમગ્ર એકેડેમી વિશેની સંપૂર્ણ વિગતો મંચસ્થ મહાનુભાવો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

મહેન્દ્રસિંહ ધોનીની સફળતાનું કારણ કેસબ રંજન બેનર્જી છે જેમણે મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટ માટેનું પ્રશિક્ષણ આપ્યું હતું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગર્વની વાત છે.હવેથી યુવા વર્ગને કેસબ રંજન બેનર્જીના હાથ નીચે પ્રશિક્ષણ મળશે. અને સૌરાષ્ટ્ર ક્રિકેટ વિષયક ઉત્તમ તાલીમ માટેનું માનવબળ પેદા કરી શકશે.એમ.એસ.ધોની ક્રિકેટ કોચિંગ એકેડેમી આધુનિક ટેકનોલોજી,ઉચ્ચ કક્ષાની કોચિંગ સુવિધા અને પ્રમાણિત કોચથી સુસજજ છે.જે બાળકોને વિશ્વસ્તરીય ક્રિકેટ કોચિંગ પૂરું પાડે છે.

આ એકેડમીમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભૂતપૂર્વ ખેલાડીઓ અને કોચ દ્વારા  સુવ્યવસ્થિત અને અધ્યતન રીતે વિશ્વસ્તરીય ક્રિકેટનો અભ્યાસ કરવામાં આવે છે.વિદ્યાર્થીઓને યોગ્ય ફીટનેસ માટે પોષણ અને આહાર વિશેનું માર્ગદર્શન પ્રતિષ્ઠિત ડાયાબિટીશિયન દ્વારા નિયમિત રીતે આપવામાં આવે છે.

સંસ્થામાં પહેલેથી મહેશ ભુપતિ ટેનિસ ક્રિકેટ પીચ તથા 2 ટફે પીચ આધુનિક બોલિંગ મશીન પીચ વિઝન ટેકનોલોજી આધુનિક ફિટનેસ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવ લીધેલા ક્રિકેટર કોચ કાર્યરત છે આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના તમામ મહત્વકાંક્ષી ક્રિકેટરો માટે સંરચિત ક્રિકેટ કોચિંગ લાવવાનો છે. એમ એસ ધોની ક્રિકેટ એકેડેમી માં ગ્રીનવુડ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત ગ્રીનવુડ સ્કૂલમાં અભ્યાસ ન કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ આવકાર્ય છે વધુ વિગત માટે મો.નં.9913825568 પર સંપર્ક સાંધવા માટે નમ્ર અપીલ કરી છે.

અમારી વિડીયો એનાલિસ ટેકનીક બાળકમાં રહેલી પ્રતિભાને સર્વાંગી નિખારે છે:સોહેલ રૌફે

એમ.એસ.ધોની ક્રિકેટ એકેડેમીના પ્રતિનિધિ સોહેલ રૌફે જણાવ્યું કે, તમારી એકેડમી સ્પોર્ટ એનાલિસ્ટ પ્રેક્ટિસ એનાલિસ્ટ તથા વિશેષ વિડિયો એનાલિસથી બાળકમાં રહેલી પ્રતિભાને સર્વાંગી રીતે નીખારે છે.બાળકમાં સ્કિલ અને ફિટનેસ લેવલને બેસ્ટ બનાવવાના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.

આસપાસ માંથી એક ધોની આપવાનું એકેડેમી કાર્ય કરે છે:કેશબ રંજન બેનર્જી

એમ.એસ.ધોની ક્રિકેટ એકેડેમીના ભૂતપૂર્વ મુખ્ય કોચ કેસબ રંજન બેનર્જીએ જણાવ્યું કે બાળકોમાં રહેલી પ્રતિભા ને નીકરવાની અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની અમારી એકેડમી કાર્ય કરે છે અમારો પ્રયાસ દરેક સ્થાપયેલ એકેડમી માંથી આસપાસથી એક ધોની આપવાનું છે.

ગુજરાતમાં ગ્રીનવુડ સ્કૂલ ખાતે ત્રીજું ક્રિકેટ એકેડેમી સેન્ટર સ્થાપ્યું:શ્રીધર રેડી

વિક્રાંત ક્રિકેટ એકેડેમીના ડાયરેક્ટર શ્રીધર રેડીએ જાણવ્યું કે,રાજ્યમાં ઓર્ગેનાઈઝડ કોચિંગ જોવા મળતું નથી.જેને ધ્યાનમાં રાખી વિક્રાંત ક્રિકેટ એકેડેમી રાજ્યમાં ઓર્ગેનાઈઝડ કોચિંગ સેન્ટર સ્થાપવાનું કાર્ય કરે છે.ગુજરાતમાં ગ્રીનવુડ સ્કૂલ સહિત ત્રીજું સેન્ટર સ્થાપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.