Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કર્યાના એક દિવસ બાદ જ યોજનાને કેન્દ્રીય કેબિનેટની લીલીઝંડી : સોની, કડિયા, વાળંદ, લુહાર જેવા કામ સાથે જોડાયેલા કારીગરોને મળશે લાભ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગષ્ટના અવસર પર લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાનું એલાન કર્યું હતું. આ એલાનના 24 કલાકની અંદર જ કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. બુધાવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિશ્વકર્મા યોજના પર મહોર લગાવી દેવામાં આવી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર આ યોજના દ્વારા ઓબીસી વર્ગને સાધવા માંગે છે.આ યોજનાને સપ્ટેમ્બરમાં વિશ્વકર્મા જયંતી પર લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રની આ યોજનાનો હેતુ સોની, કડિયા, વાળંદ, લુહાર જેવા કામ કરનારા લોકોને મદદ પહોંચાડવાનો છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી એલાન કરતા કહ્યું હતું કે, શરૂઆતમાં આ યોજનાને 15 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે લોન્ચ કરવામાં આવશે અને બાદમાં તેને વધારવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી મળી ગઈ છે જનો હેતુ આ વર્ગને ટ્રેનિંગ આપવાનો અને સાધનો આપવાનો હશે. લોન્ચિંગ વખતે કેન્દ્ર સરકાર વિસ્તારથી આ યોજનાની જાણકારી આપશે. લાલ કિલ્લા પર પીએમ મોદીએ વિશ્વકર્મા યોજના લાવવાની વાત કરી હતી. પીએમ મોદીની વાતના એક દિવસ બાદ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિશ્વકર્મા યોજનાને લીલીઝંડી આપી દેવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજનાથી 30 લાખ શિલ્પકારોના પરિવારને પહેલા તબક્કામાં 1 લાખ અને બીજા તબક્કામાં 2 લાખ સુધીની સસ્તી લોન મળશે. જેમાં માત્ર 5 ટકાનું રાહતરૂપ વ્યાજ હશે.

Advertisement

169 શહેરોને મળશે 10,000 નવી ઈલેક્ટ્રીક બસો

કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રીક બસોની મોટી ખરીદી માટે “પીએમ ઇ બસ સેવાને લીલીઝંડી આપી દેવાઈ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 10,000 નવી ઈલેક્ટ્રીક બસો ખરીદીને રાજ્યોને પૂરી પાડશે જેને માટે કુલ ખર્ચ 57,613 કરોડ આવશે. ઈલેક્ટ્રીક વાહનોના પ્રોત્સાહનની દિશામાં આ એક મોટું પગલું છે કારણ કે આ પહેલા ક્યારેક આટલી મોટી સંખ્યામાં બસો ખરીદાઈ નથી.  દેશના 169 શહેરોમાં 10,000 બસો પૂરી પાડવામાં આવશે અને 181 શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવશે. નવી ઈલેક્ટ્રીક બસો શહેરોમાં આવવાને કારણે 45,000-55,000 ડાયરેક્ટ નોકરીઓ ઊભી થશે

નેવી માટેના 20,000 કરોડના પ્રોજેક્ટસને કેન્દ્રની લીલીઝંડી

કેન્દ્ર સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ નૌકાદળ સાથે જોડાયેલા 20 હજાર કરોડના એક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. હિંદુસ્તાન શિપયાર્ડ દ્વારા નૌકાદળ માટે પાંચ સહાયક જહાજોનું નિર્માણ કરવામાં આવશે. આ પરિયોજનાના લીધે નૌકાદળ સાથે જોડાયેલા જુદા-જુદા બેડાઓના યુદ્ધજહાજોને મદદ મળશે, કેમકે સહાયક જહાજ તેમને સમુદ્રમાં કામગીરી દરમિયાન ભોજન, ઇંધણ અને દારુગોળો પૂરો પાડશે. આ પ્રોજેક્ટ હિંદુસ્તાન શિપયાર્ડ માટે પણ ફાયદાકારક હશે, કેમકે તેને આ મેગા ઓર્ડર મળવાનો છે. તેના લીધે નાના અને મધ્યમ સ્તરના ઘણા ઉદ્યોગોના સમર્થન દ્વારા બનાવાશે. આગામી દાયકા સુધીમાં પાંચ જહાજો બનવાની આશા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.