Abtak Media Google News

સોની બજારમાંથી બંગાળી કારીગર 70 તોલા સોનું બઠ્ઠાવી પલાયન મલીક જવેલર્સમાં કામ કરતા શખ્સે શેઠનો વિશ્ર્વાસ કેળવી ગુનો આચર્યો: પોલીસમાં અરજી

સોનામાં આગ જરતી તેજીના કારણે ભાવ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. એક તરફ કોરોનાની મહામારીના કારણે મધ્યમવર્ગની આર્થિક પરિસ્થિતિ હાલક ડોલ્ક થઈ રહી છે ત્યારે રાજકોટની સોની બજારમાં બંગાળીની પેઢીમાં કામ કરતા બંગાળી યુવાન 70 તોલા સોનું લઈને પલાયન થઈ ગયાની પોલીસમાં જાહેરાત થતા પોલીસ સ્ટાફ ધંધે લાગી ગયો છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સોનીબજાર અનિલ ચેમ્બર્સમં મલીક જવેલર્સ નામની પેઢી ધરાવતા બંગાળી વેપારીએ એ.ડીવીઝન પોલીસ મથકમાં લેખીત ફરિયાદ અરજી આપી છે. જેમાં પોતાની પેઢીમાં નોકરી કરતા મૂળ બંગાળના દાસવાડા જિલ્લાના તલાલલપૂર ગામના વતની સુમનદાસ બંગાળીનું નામ આપ્યું છે.

ફરિયાદ અરજીમાં જણાવ્યા પ્રમાણે આરોપી સુમનદાસ છેલ્લા ઘણા સમયથી મલીક જવેલર્સ પેઢીમાં નોકરી કરતો હોય શેઠનો વિશ્ર્વાસ કેળવી લીધો હતો જેના કારણે માલીકે પોતાની પેઢીની તિજોરીની ચાવી પણ કારીગરને આપી દીધી હતી પરંતુ કારીગરે શેઠ સાથે વિશ્ર્વાસઘાત કરી માલીકની અવેજીમાં પેઢીની તીજોરીમાંથી રૂ.30 થી 35 લાખની કિંમતના 70 તોલા કાચુ સોનું લઈ પલાયન થઈ ગયો હતો.

આ બનાવની આજે સવારે મલીક જવેલર્સનાં માલીકને જાણ થતા શોધખોળ કર્યા બાદ આજે સવારે એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.