Abtak Media Google News

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ૧૧ માસનાં કોન્ટ્રાકટ આધારીત કરાર પર નિમણુક કરવાનો નિર્ણય લીધો

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સૌપ્રથમવાર સરકારી મેડિકલ કોલેજોમાં વરિષ્ઠ સિનિયર ડોકટરોને ટિચિંગ સ્ટાફ ફેકલટી તરીકે ૧૧ મહિનાના કોન્ટ્રાકટ આધારીત કરાર પર નિમણુક કરવાનો નિર્ણય લીધો છે. સરકારી મેડિકલ કોલેજમાં કાયમી તબીબી શૈક્ષણિક સ્ટાફની પ્રવર્તમાન ઘટના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયભરની મેડિકલ કોલેજોમાં અત્યારે મેડિકલ સ્ટાફની અછત પ્રવર્તી રહી છે.

રાજયનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હસ્તકના વિભાગના અધિક મુખ્ય સચિવ વી.જી.વણઝારાએ જણાવ્યું હતું કે, મંગળવારે સરકારે જારી કરેલા પરિપત્ર મુજબ રાજયની મેડિકલ કોલેજમાં નિષ્ણાંત તાલીમબઘ્ધ ટેકનિકલ સ્ટાફની અછતનાં પગલે લાંબાગાળાના આયોજનના ભાગરૂપે તબીબી શિક્ષણ અને સુદ્રઢ અને બિન અવરોધકરૂપે આગળ વધારવા સરકાર સિનિયર ડોકટરોને ૧૧ મહિનાના કોન્ટ્રાકટ બેઝ ઉપર મેડિકલ કોલેજનાં ટિચિંગ સ્ટાફ તરીકે ભરવાનું નકકી કર્યું છે. આવા તબીબો મેડિકલ કોલેજમાં ફુલટાઈમ કામની સાથે સાથે પોતાના દવાખાનાઓ પણ ચલાવી શકશે. સરકારનાં પરીપત્રમાં જણાવ્યા મુજબ કલાસ-૧ રોડનાં પ્રોફેસરોને મહિનાના ૧.૮૪ લાખ રૂપિયા ચુકવાશે અને પોતાનું કામ સાથે કરનારને સરકાર દ્વારા મહિનાના ૧.૬૦ લાખનું ફિકસ વેતન ચુકવાશે તેમ પરિપત્રમાં જણાવાયું છે. રાજયમાં દરેક જગ્યાએ મેડિકલ કોલેજોની સ્થાપનાનું સરકારનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.