Abtak Media Google News

રાજકોટની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ દ્વારા શિક્ષક દિન નિમિત્તે શહેરની શાન સમા કર્મનિષ્ઠ પાંચ શિક્ષક ભાઈઓ-બહેનો સંગીતાબેન પંડીત (કોઠારીયા પ્રાથમિક શાળા) મધુબેન વીરડીયા (શાળાનંબર ૯૪) નિલમબેન પરમાર (શાળા નંબર ૬૬) શ્ર્વેતાબેન જોષી (શાળા નંબર ૯૬) ભરતભાઈ જગતીયા (તીરૂપતી પ્રાથમિક શાળા)નો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ દરેકની સ્કુલમાં રૂબરૂ જઈને કોઈ પ્રકારનો જાહેર સમારંભ યોજયા વગર માસ્ક પહેરીને સોશીયલ ડીસ્ટનસીંગનું પૂર્ણ પાલન કરીને યોજવામાં આવેલ. દરેક ગુરૂજનોનું સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, જાણીતા સર્જક નટવર આહલપરા, બ્રહ્મ સમાજ રાજકોટના પૂર્વ પ્રમુખ જનાર્દનભાઈ આચાર્ય, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક પ્રવિણભાઈ નિમાવતના હસ્તે કુમ કુમ તિલક, શ્રીફળ, સાકરનો પડો, ખેસ પહેરાવી, પુસ્તક તેમજ પરંપરાગત રીતે કરવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, પરિમલભાઈ જોષી, ડો. હાર્દિક દોશી વગેરે કાર્યરત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.