Abtak Media Google News

લોક સંપર્ક અભિયાનમાં મળી રહેલું અભૂતપૂર્વ સમર્થન: ચૂંટણીમાં જીતના સપના નિહાળતા હરિફોની છાતીના પાટીયા ભીંસાયા: મહિલાઓ પણ જાહેર સભામાં ઉમટી

જેતપુર-જામકંડોરણા મત વિસ્તારનાં યુવા ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાએ ઉમેદવારીપત્રક ભર્યા પહેલા જેતપુર અને જામકંડોરણા તાલુકાનાં તમામ ગામડાઓમાં લોકસંપર્ક અભિયાન પૂર્ણ કર્યું હતું. આ લોકસંપર્ક દરમ્યાન તાલુકાનાં તમામ ગામડાઓનાં તમામ સમાજના લોકોએ યુવા ધરોહર શ્રી જયેશભાઇ રાદડીયાને ભવ્ય આવકાર આપી આગામી  ધારાસભાની ચૂંટણીમાં જંગી લીડથી વિજેતા બનાવવાનું વચન આપ્યું હતું તેમજ કોંગ્રેસના અનેક કાર્યકરો ભાજપના ભગવા રંગે રંગાઇ ગયા હતા.

જેતપુર તથા જામકંડોરણા વિસ્તારમાં કાયમી ધોરણે સક્રિય રહી સદાય પ્રજાજનોની વચ્ચે રહેતા સંસદ સભ્ય શ્રી વિઠ્ઠલભાઇ  રાદડીયાની ગેરહાજરીમાં યુવા ધારાસભ્યશ્રી જયેશ રાદડીયાને દરેક ગામમાંથી જંગી લીડ અપાવવા ગ્રામ્ય વિસ્તારોનાં મતદારોએ સંકલ્પ જાહેર કર્યો હતો અને આ વિસ્તારમાં વિકાસ કામો અવિરત ચાલુ રહે તે માટે યુવા ધારાસભ્ય જયેશ રાદડીયાને ફરી ગાંધીનગર મોકલી કેબીનેટ મંત્રી બનાવવા નિર્ધાર જાહેર કર્યો હતો તેમજ ચૂંટણી આવતા નીકળી પડેલા કહેવાતા નેતાઓને ધોબી પછડાટ આપી ઘર ભેગા કરી દેવા આહ્વાન કર્યું હતું.

ધારાસભ્યની ચૂંટણી જાહેર થયા પૂર્વે ધારાસભ્ય જયેશ રાદડીયાએ જેતપુર તાલુકાનાં તમામ ગામડાઓનો પ્રવાસ પૂર્ણ કરેલ. આ પ્રવાસ દરમ્યાન જેતપુર તાલુકાનાં તમામ ગામડાઓમાં ધારાસભ્ય શ્રી જયેશ રાદડીયાનું ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતું. મતદારો અને ખાસ કરીને મહિલાઓએ જયેશભાઇને ફૂલડે વધાવી દુ:ખણા લઇ વિજય ભવ:ના આશિર્વાદ આપ્યા હતા.

જેતપુર તાલુકાનાં ચારણીયા, ચારણ સમઢીયાળા, અમરાપુર, રેસમઢી ગાલોળ, ભેડાપીપળીયા, દેવકીગાલોળ, થાણાગાલોળ, ચાંપરાજપુર,રૂપાવટી, ડેડરવા, અકાળા, પીપળવા, ટીંબડી, બાવાપીપળીયા, ખારચીયા, બોરડી સમઢીયાળા વિગેરે ગામોના પ્રથમ બે દિવસમાં ધારાસભ્ય જયેશ રાદડીયા તથા સ્થાનિક ભાજપ અગ્રણીઓએ પ્રવાસ કર્યો હતો.

ત્યારબાદ ત્રીજા દિવસે લુણાગરા, લુણાગરી, પાંચપીપળા, પેઢલા, મંડલીકપુર, જેતલસર જંકશન, જેતલસર ગામનો તેમજ ચોથા દિવસે કેરાળી, પ્રેમગઢ, રબારીકા, જાંબુડી, મેવાસા, હરિપર, વાળાડુંગરા, ઉમરાળી વિગેરે ગામેની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત જેપુર, થોરાળા, સેલુકા, દેરડી, મોણપર, કાગવડ, પીઠડીયા, વિરપુર ઉપરાંત છેલ્લા દિવસે સરધારપુર, સ્ટેશન વાવડી, ખજુરી ગુંદાળા, ખીરસરા, દેવળકી, અમરનગર વિગેરે ગામડાઓનો પ્રવાસ કર્યો હતો જેતપુર તાલુકાના ગ્રામ્ય પ્રવાસ કાર્યક્રમમાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા,રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા,માજી મંત્રી જશુમતીબેન કોરાટ,તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ સોલંકી,યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવા,જિલ્લાબેન્કના ડિરેક્ટર ગોરધનભાઈ ધામેલીયા,મનસુખભાઇ ખાચરીયા,તાલુકાભાજપ પ્રમુખ સુભાષભાઈ બાંભરોલીયા,જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પી.જી.કયાડા,આર.કે.રૈયાણી,વેલજીભાઇ સરવૈયા,રાજુભાઈ બારૈયા,દિનકરભાઇ ગુંદરિયા સહિતના આગેવાનો જોડાયેલ હતા.

આ ઉપરાંત યુવાન ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના જામકંડોરણા તાલુકાના ૪ દિવસના લોકસંપર્ક કાર્યક્રમ અંતર્ગત યુવા મંત્રી જયેશ રાદડિયા,ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા,યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર,તાલુકાપંચાયત પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા,તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,તાલુકા કારોબારીના ચેરમેન કરણસિંહ જાડેજા,જામકંડોરણાના સરપંચ જસમતભાઈ કોયાણી,ખીમજીભાઈ બગડા,નાથાભાઈ સોલંકી, બાવનજીભાઈ બગડા,કાનાભાઇ મઢવી તેમજ વિશાળ સંખ્યામાં યુવા કાર્યકર્તાઓની ટીમ સાથે પહેલા દિવસે બેલડા,મેઘાવડ,રામપર, તરકાસર,પીપળીયા(માલજીભી), વિમલનગર,થોરડી,વાવડી, વાવડીવસાહત, સાતોદડ,રાજપરા, પીપળીયા(એજન્સી),દડવી ગામોનો લોકસંપર્ક કરીને ગ્રામ્ય પ્રજાજનો સાથે મુલાકાત કરેલ હતી.

આ ગ્રામ્યવિસ્તારની મુલાકાત દરમ્યાન બેલડા ગામના કોંગ્રેશના સક્રિય યુવા કાર્યકર સુરૂભા જાદવ તેમજ તેમની સાથે ૨૦ જેટલા કાર્યકરોને જયેશભાઈ દ્વારા ખેસ પહેરાવીને ભાજપમાં આવકારેલ હતા તેમજ દડવી ગામે સાંજે ભવ્ય જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં ૨૦૦૦ જેટલા દડવી ગામના ભાઈ,બહેનો,યુવાનો અને વડીલો હાજર રહેલ હતા તેમજ દરેક ગામોમાં ગ્રામજનો દ્વારા જયેશભાઈને ભવ્ય આવકાર મળેલ હતો તેમજ જયેશભાઈને ભવ્ય જીત અપાવવા કોલ આપેલ હતો.

જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે કાનાવડાળા,ગુંદાસરી, જામદાદર, ચાવંડી,નાવા માત્રાવડ,જુના માત્રાવડ,મોજખીજડીયા, થોરાળા,બરડીયા, ચરેલ,ચિત્રાવડ પાટી,ચિત્રાવડ ગામની મુલાકાત લઈને યુવા મંત્રીશ્રી જયેશ રાદડિયા,ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા,યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર,તાલુકાપંચાયત પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા,તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,તાલુકા કારોબારીના ચેરમેન કરણસિંહ જાડેજા,જામકંડોરણાના સરપંચ જસમતભાઈ કોયાણી,ખીમજીભાઈ બગડા,નાથાભાઈ સોલંકી ,બાવનજીભાઈ બગડા,કાનાભાઇ મઢવી તેમજ વિશાળ સંખ્યામાં યુવા કાર્યકર્તાઓની ટીમ સાથે લોકસંપર્ક કરેલ તેમજ ગામે ગામ મંત્રી જયેશભાઇ રાદડિયાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સૌ ગ્રામ્યજનોએ જયેશભાઈને જંગી લીડ થી જીત અપાવવાનો કોલ આપેલ અને છેલ્લે ચિત્રાવડ ગામે જંગી જાહેરસભાને મંત્રી શ્રીજયેશભાઇ તેમજ ઉપસ્થિત આગેવાનોએ સંબોધન કર્યું હતું.

જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય શ્રીજયેશભાઇ રાદડિયાના જામકંડોરણા તાલુકાના ગ્રામ્યવિસ્તારના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ત્રીજા દિવસે બંધીયા,પીપરડી, ઉજળા, પાદરીયા, વૈભવનગર, બાલાપર,ખાટલી, સોડવદર, સનાળા,અડવાળ, હરિયાસણ, રોઘેલ, ખજુરડા,રાયડી ગામોની મુલાકાત યુવા મંત્રી જયેશ રાદડિયા,ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા,યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર,તાલુકાપંચાયત પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા,તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,તાલુકા કારોબારીના ચેરમેન કરણસિંહ જાડેજા,જામકંડોરણાના સરપંચ જસમતભાઈ કોયાણી,ખીમજીભાઈ બગડા,નાથાભાઈ સોલંકી, બાવનજીભાઈ બગડા,  કાનાભાઇ મઢવી તેમજ વિશાળ સંખ્યામાં યુવા કાર્યકર્તાઓની ટીમ સાથે લોકસંપર્ક કરીને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી તેમજ બંધીયા ગામના ૧૦ જેટલા કોગ્રેસના યુવા કાર્યકરોને ખેસ પહેરાવીને યુવા મંત્રી જયેશ રાદડીયાએ આવકારેલ હતા અને રાયડી ગામે ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત સૌ નેતાઓએ સભાને સંબોધન કર્યું હતું.

મંત્રીશ્રી જયેશ રાદડીયાના લોકસંપર્ક કાર્યક્રમના ચોથા અને છેલ્લા દિવસે સાજડિયાળી,રંગપર,ધોળીધાર, મોટાભાદરા, નાનાભાદરા, મોટાદુધીવદર, નાનાદુધીવદર,  ઈશ્વરીયા,તરવડા, આંચવડ, જશાપર,બોરિયા ગામોની યુવા મંત્રી જયેશ રાદડિયા,ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા,યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર,તાલુકાપંચાયત પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,તાલુકા કારોબારીના ચેરમેન કરણસિંહ જાડેજા, જામકંડોરણાના સરપંચ જસમતભાઈ કોયાણી,ખીમજીભાઈ બગડા,નાથાભાઈ સોલંકી, બાવનજીભાઈ બગડા, કાનાભાઇ મઢવી તેમજ વિશાળ સંખ્યામાં યુવા કાર્યકર્તાઓની ટીમ સાથે લોકસંપર્ક મુલાકાત કરીને ગ્રામજનો સાથે સંવાદ કરેલ હતો તેમજ ગામે ગામ મંત્રી જયેશ રાદડિયાનું ઢોલનગારા સાથે તેમજ ગામની બાળાઓ દ્વારા કુમકુમ વિજયતિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જયેશભાઈને જંગી લીડથી ભવ્ય વિજય અપાવવાનો કોલ આપવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.