Abtak Media Google News

ખેડૂતોએ નબળા ચોમાસા સામે કેવી રીતે લડવું તેમજ સારા ચોમાસાનો કેવી રીતે લાભ લેવો તે અંતર્ગત અનેક વિષય પર ગોષ્ઠિ કરવામાં આવી

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે તાજેતરમાં વર્ષા વિજ્ઞાન પર પરીસંવાદના કાર્યક્રમનો સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં ગુજરાતભરમાંથી  કૃષિ તજજ્ઞોના વિષયમાં રસ ધરાવતા ખેડુતો અને આગાહિકારો ઉપસ્તિ રહ્યાં હતા. એક દિવસીય આ સેમીનારમાં આગામી વર્ષ કેવું રહેશે તે માટે ભારતના ધાર્મિક ગ્રથો, ભડલી વાકયો, જયોતિષ શાો આની મદદી વર્ષનો વરતારો કાઢી ખેડૂત વર્ગને આ બાબતે સચેત કરી નબળા ચોમાસા સામે કેવી રીતે લડવું તેમજ સારા ચોમાસાનો કેવી રીતે લાભ લેવો આ બંને પરિસ્થીતી માં કઈ કઈ પ્રકારના પાકો વાવવા તેમજ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને વાવાઝોડાના સંજોગો ઉભા થાય  તો ખેતીમાં ઓછામાં ઓછુ નુકશાન સો સો પશુપાલનમાં પણ શું અગમચેતી રાખવી આ અંગેના સેમિનારમાં રસ ધરાવતા કૃત્ય વૈજ્ઞાનિકો, તજજ્ઞો, ખેડૂતો અને આગાહિકારો લગભગ ૨૦૦ જેટલા આ કાર્યક્રમમાં જોડાયા હતા સો સો ગત વર્ષમાં જે આગાહીકારોની આગાહી સાચી પડી હતી. તેઓને વર્ષા વિજ્ઞાન મંડળે સન્માનીત કર્યા હતા.

આ અંગે વધુ વિગત અનુસાર દિવસેને દિવસે કૃષિ સામે ઉભા તા પડકારોને ખાળવા વિજ્ઞાન અને ટેકનોલોજી હા મિલાવી જ ચુકી છે. તેની સો સો ભારતના પુરાતન શાોની મદદી જે ગ્રામ્ય વિસ્તારના દેશી માણસો પોતાના વડીલો તેમજ પોતાની પાસેનું શાોનું જ્ઞાનનો ઉપયોગ કરી આગાહિઓ કરતા આવ્યા છે. આ આગાહિકારો તેમજ આમાં રસ ધરાવતી વ્યક્તિઓ જેમાં કૃષિ તજજ્ઞો. વૈજ્ઞાનિકો, જયોતિષીઓ તેમજ ખેડૂતોને સમાવી લઈ લગભગ ૨૦૦થી  વધુ ચેમ્બરોને વર્ષા વિજ્ઞાન મંડળની સપના કરાઈ છે. આ મંડળને આવતા વર્ષે પચ્ચીસ વર્ષ પુરા વા જઈ રહ્યાં છે. આ મંડળ ખાસ કરીને જે જ્ઞાન ભારતીય ગ્રંથોમાં ઘરબાયેલું છે તેને ઉજાગર કરી.

અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની પરસ્થિતિ ઉભી થાય તો ખેડૂતો અગમચેતીના પગલાના ભાગ‚રૂ પે કયા કયા પગલા લેવા તે અંગે આ સેમિનારમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિ. અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ પરિસંવાદ સેમિનારનું ઉદઘાટન કુલપતિ ડો.એ.આર.પાઠકે કર્યું હતું.આ પ્રસંગે ડો.એ.એમ.મોઢવાડીયા, સભ્ય, કૃષિ યુનિ નિયામક મંડળ જૂનાગઢ અને ડો.એ.ઓ.ખોરે પ્રાસંગીક પ્રવચન કરેલ હતું. કાર્યક્રમના પ્રારંભે વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો.એ.એમ.પારખીયાએ જણાવ્યું હતું કે, પરિસંવાદમાં વિવિધ ખગોળ શાીઓ જયોતિષ વિદો, હવામાન શાીઓ, વનસ્પતી વિદો, પશુ પક્ષીની ચેષ્ટાના અભ્યાસીઓ, કૃષિ વૈજ્ઞાનિકો પર્યાવરણ વિદો તેમજ પરંપરાગત અનુભવી પ્રાચીન વર્ષા વિજ્ઞાનના અભ્યાસુઓ એમ જુદા જુદા વિષયોના આગાહિકારો પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન રજૂ કરાયું છે.

ચોમાસા વિશે પૂછતા બારી ચૌદ આની વરસાદ થાય તેવી શકયતાઓ દર્શાવી હતી. ચોમાસાની શ‚આત અને વાવણીલાયક વરસાદ જૂનના બીજા અઠવાડિયામાં થાય સો સો બે તબકકામાં વાવણી ાય તેવી આગાહી પણ કરી હતી.

સાો સા વરસાદ સારો હોવાના અનુમાન સો શિયાળુ પાકના ઉત્પાદન સારી રીતે લઈ શકાય તેવો વર્તારો તેઓએ બતાવ્યો હતો. તેઓએ ઓકટોબરના પ્રમ અઠવાડિયામાં ચોમાસુ વિદાય લે તેમણે બતાવી હતી. લાંબા ગાળાના પાક જેવા કે કપાસ, મગફળી, તુવેર, એરંડા સહિત કઠોળ પાકો સારા રહી શકે છે તેવી આગાહી સફળ બનાવવા વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ અને વિસ્તરણ શિક્ષણ નિયામક એ.એમ.પારખીયા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.