Abtak Media Google News

સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગમાં હર્ષની લાગણી: વી.પી. પર અભિનંદન વર્ષા

અબતક,રાજકોટ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હર હંમેશ વેપાર – ઉદ્યોગના પ્રશ્ર્નોંના યોગ્ય અને સચોટ નિરાકરણ લાવવા માટે અગ્રેસર રહે છે . તેમજ કેન્દ્ર તથા રાજય સરકારમાં રજુઆતો કરી  ઉદભવતા પ્રશ્ર્શ્ર્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. રાજકોટ ચેમ્બર નેશનલ લેવલની સંસ્થા ફેડરેશન ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ન્યુ દિલ્હીમાં સભ્યપદ ધરાવે છે . તાજેતરમાં એફઆઈસીસીઆઈ ન્યુ દિલ્હીની 94 મી વાર્ષિક સામાન્ય સભા તથા કારોબારી સમિતિની ચુંટણી ઓનલાઈન યોજવામાં આવી હતી. જેમાં ટ્રેડ અને સર્વિસ કેટેગરીમાં 6 સીટ માટે 13 ઉમેદવારો નોંધાયેલ હતા . આ સંઘર્ષમય કારોબારી ચુંટણીમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવની જીત થઈ છે . જેની ટર્મ 3 વર્ષ માટેની રહેશે. એફઆઈસીસીઆઈની કારોબારી સમિતિમાં ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર – કચ્છમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવને સ્થાન મળવાથી સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ માટે ગૌરવની  વાત છે.

એફઆઈસીસીઆઈ  એ નેશનલ લેવલની સંસ્થા હોય ભારત દેશના રાજયોની તમામ ચેમ્બરોનું ફેડરેશન છે . જેના મંતવ્યો તથા માર્ગદર્શન દેશની આર્થિક નીતી ધડવા માટે ખુબ જ મહત્વના ગણાય છે. તેમજ ઈન્ટરનેશનલ ડેલીગેશન અને કેન્દ્ર સરકાર સાથે આર્થિક વિચાર – વિમર્શ કરવા માટે ભારતનું મુખ્ય સેન્ટર ગણાય છે. તેથી આ સ્થાન પ્રમુખ વી.પી. વૈષ્ણવને મળવાથી રાજકોટ સૌરાષ્ટ્રના વેપાર – ઉદ્યોગકારોના પ્રશ્ર્નોને ખુબ જ મહત્વ સાથે વાચા મળશે. આમ એફઆઈસીસીઆઈની કારોબારી સમિતિમાં સ્થાન મળવાથી રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ ખુબ જ ઉંચી ઉડાન ભરી છે . પ્રમુખ વી.પી. વૈષ્ણવ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં રીજીઓનલ સેક્રેટરી જેવા મહત્વના પદ પર રહી ચુક્યા છે અને હાલ તેઓ ગુજરાત ચેમ્બરમાં ડાયરેકટર તરીકે પણ સેવા આપી રહયા છે. આથી તમામ વેપાર – ઉદ્યોગકારોને તેઓને ઉદભવતા પ્રશ્ર્નો કે સુચનો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા પણ અનુરોધ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.