Abtak Media Google News

પરિવારની વ્હારે આવવા તંત્ર સમક્ષ શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ

વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર ૯ મા કે.આર. કોઠીવાળા સામે માલઘારી ચોક ભરવાડ નેશ વિસ્તારમાં જોરદાર વરસાદ પડતા ભરવાડ પરિવારનું મકાન ધરાશાયી થયુ છે. સદનસીબે જાનહાની ટળી છે. વઢવાણ શહેર કોગ્રેસ પ્રમુખ સતીષ ગમારા ને જાણ કારી મળતાં રૂબરૂઘટના સ્થળ ઉપર પહોંચી અને જાત માહિતી મેળવી હતી.વઢવાણમાં છેલ્લા એક સપ્તાહથી એક જ ધારો વરસાદ વરસી રહ્યો છે. વઢવાણ શહેરમાં વોર્ડ નંબર નવ માં આવેલા ગોપાલ ભાઈ મોતીભાઈનું કાચી માટીનું મકાન એકધારો વરસાદ વરસવાના કારણે દિવાલ ધરાશાયી થઇ હતી. સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી પરંતુ હાલમાં મધ્યમ વર્ગના પરિવાર ને મકાનની દીવાલ ધસી પડતાં પોતાની ઘરવખરી પણ દટાઈ જવા પામી છે. ત્યારે આ પરિવારને ભારે મુસીબત ભર્યો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ઘટતું કરવા માટેની વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ સતિષભાઈ દ્વારા ગમારા માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.