Abtak Media Google News

આજે ગુરુ ગોવિંદ સિંહની આજે જન્મ જયંતી છે.  શીખ ધર્મના દસમા ગુરુની જન્મજયંતિને ગુરુ ગોવિંદ સિંહ પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિહારના પટનાની ધરતી પર જન્મ લઈને સનાતન ધર્મની રક્ષા અને સોર્ય સાથે ધર્મના પ્રતીક બનેલા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહે માત્ર દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ભારતીયનો એક આગવો ઇતિહાસ ઊભો કર્યો હતો.

ગુરુનાનક દેવ દ્વારા સ્થાપિત ધર્મના નવમાં ગુરુ તેગ બહાદુરના પુત્ર ગોવિંદસિંહ પટના સાહેબ બિહારમાં જન્મ્યા હતા અને 1670માં પંજાબમાં આવીને વસ્યા. ભારતમાં મુસ્લિમોનું ધર્મ પરિવર્તન અટકાવવામાં જો કોઈએ સાચું યોગદાન આપ્યું હોય તો તેમાં ગુરુ ગોવિંદસિંહજી. તેમણે બાદશાહ ઔરંગઝેબને પત્ર લખીને ગુરુ ગોવિંદસિંહે એક લેખક કવિ આધ્યાત્મિકતા કૂટનીતિ અને શૂરવીરતાની એક આગવી શાખ ઉભી કરી હતી. ગુરુ ગોવિંદસિંહજી યુદ્ધ કૌશલ્ય ઉપરાંત તેને ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. સંસ્કૃત, હિન્દી, ફારસી ઉપરાંત ઘણી સ્થાનિક ભાષાઓ પણ જાણતા હતા.

Guru
ગુરુ ગદ્દી પર બિરાજ્યા પછી, તેમણે 1699 માં બૈસાખીના અવસર પર ખાલસા પંથનો પાયો નાખ્યો. આ સંપ્રદાયનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મની રક્ષા તેમજ દાન કરવાનો હતો. આ માટે, તેમણે ખાલસા ભાષણ “વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ” આપ્યું. આ ભાષણ લોકોમાં ઉત્સાહ ભરવાનું કામ કરે છે.

PM મોદીએ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ગુરુ ગોવિંદજીની શૂરવીરતા વિશે જણાવ્યું હતું કે ગુરુ ગોવિંદ સિંહજી ઔરંગઝેબના આતંક અને ભારતને બદલવાની તેમની યોજનાઓ સામે પહાડની જેમ ઉભા હતા . પરંતુ ઔરંગઝેબને જોરાવર અને ફતેહસિંહ સાહિબ જેવા નાના છોકરાઓ સાથે શું દુશ્મની હોઈ શકે? બે નિર્દોષ છોકરાઓને જીવતા દીવાલમાં લટકાવી દેવા જેવી ક્રૂરતા શા માટે કરવામાં આવી ?

ગુરુ ગોવિંદ સિંહજીએ શીખ ધર્મ માટે ઘણા નિયમો બનાવ્યા હતા, જેનું આજે પણ પાલન કરવામાં આવે છે. તેણે શીખો માટે પાંચ કાકરનો નિયમ બનાવ્યો અને ખાલસા પંથની સ્થાપના કરી. આ માટે તેમણે ખાલસા વાણી પણ આપી હતી, જેના વિશે બોલતા આજે પણ લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. ગુરુ ગોવિંદસિંહે જીવન જીવવા માટે પાંચ સિદ્ધાંતો આપ્યા, જેને ‘પાંચ કકાર’ કહેવામાં આવે છે. આ પાંચ વસ્તુઓ પાંચ કકારમાં આવે છે જેને ખાલસા શીખ પહેરે છે. આ છે ‘કેશ’, ‘કડા’, ‘કટાર’, ‘કંધા’ અને ‘કચ્છા’. ખાલસા વેશમાં આ પાંચ વિના અધૂરું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.