Abtak Media Google News

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરે દરરોજ કંઈક અલગ શણગાર કરવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ દાદાને કુદરતી સૌંદર્યનો શણગાર કરવામાં આવ્યો હતો.

દાદાના આ વાઘાનો શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Fkthsg1Agaayit9

શનિવારે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે એવું કહેવાય છે કે શનિવારે બજરંગબલીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે પવિત્ર ધનુર્માસ અંતર્ગત સાળંગપુર કષ્ટભંજન દેવને કુદરતી સૌંદર્યનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. કુદરતી  સૌંદર્યનો અનોખો શણગાર કરાયા બાદ દાદાનો અલૌકિક અને દિવ્ય નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.

Lhklk

સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.