Abtak Media Google News

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હાલોલમાં વરસેલા ભારે વરસાદમાં ઔદ્યોગિક વસાહતમાં એગ્રો કેમિકલ કંપનીની દીવાલ ધરાશાયી થઈ હતી. જે બાજુમાં ઝૂંપડાં બાંધી રહેતા શ્રમિકોના પરિવાર ઉપર પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે બાળકો અને બે બાળકીનાં મોત નીપજ્યાં છે. જ્યારે આઠ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

શિવરાજપુર ખાતે ખુલ્લા પ્લોટમાં આવેલા જીએમડીસીમાંથી ડસ્ટ લાવીને ઢગલા કરવામાં આવતા હતા, જ્યાં એનું પ્રોસેસિંગ કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આ ડસ્ટ પ્રોસેસ કરતા શ્રમિકો ત્યાં ઝૂંપડાં બાંધી રહેતા હતા. તેમનાં ઝૂંપડાં ઉપર એ ખુલ્લા પ્લોટની બાજુમાં આવેલી એક એગ્રો કંપનીની દીવાલ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ છે. ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 4 બાળકો 5 વર્ષથી નીચેની વયના છે. મૃતકોમાં ત્રણ સગા ભાઈ બહેન હતા. આ ગોઝારી ઘટનામાં કુલ 4 લોકો ઇજાગ્રત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.