Abtak Media Google News

શોભાયાત્રા, વિદ્યારંભ સંસ્કાર, યજ્ઞોપવિત સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન

વાંકાનેર ખાતે આવેલા ગાયત્રી શકિત પીઠ ખાતે આગામી તા. ર6-4 થી ર9-4 સુધી નવચેતના જાગરણ, ર4 કુંડી મહાયજ્ઞ તથા સંસ્કાર મહોત્સવ ત્રિદિવસય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધામધુમથી ઉજવણી કરવા સમગ્ર મોરબી ગાયત્રી પરિવાર તથા વાંકાનેર ગાયત્રી શકિત પીઠના સેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

Advertisement

ઉપરોકતના ભાગરુપે તા. ર7 ના રોજ સાંજે 4 થી 6 ભવ્ય શોભાયાત્રા તથા મંગલ કળશયાત્રા તથા 6 થી 7 યુગ સંગીત, આઘ્યા પ્રવચન તેમજ તા. ર8 ના રોજ સવારે 6 થી 7 ઘ્યાન સાધના, પ્રજ્ઞાયોગ તથા દેવપુજન સંસ્કારો તેમજ સાંજે 4 થી 6.30 સંમેલન તથા દીપ યજ્ઞ તેમજ તા. ર9 ના રોજ સવારે 6 થી 7 ઘ્યાન સાધના ત્યારબાદ આઠ કલાકથી ર4 કંડી ગાયત્રી મહાયજ્ઞ શરુ થઇ બપોરે 1ર કલાકે બીડુ હોમાશે ત્યારબાદ મંત્રદીક્ષા બાદ પુર્ણાહુતિ થશે.

તો દરેક ભાવિક ભકતજનોએ ઉપરોકત સમય  દરમ્યાન બધા જ ઉત્સવોનો લાભ લેવા મોરબી જીલ્લા ગાયત્રી પરિવાર તથા વાંકાનેર ગાયત્રી શકિત પીઠના મહંત અશ્ર્વિનબાપુ રાવલ દ્વારા સંયુકત રીતે આમંત્રણ સાથે લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ ઉપરાંત તા. ર9 ના રોજ વિદ્યારંભ સંસ્કાર, યજ્ઞોપવિત તેમજ આદર્શ લગ્ન કોઇપણ સંસ્કાર ખાસ ગાયત્રી પરિવાર હરીદ્વાર દ્વારા કરાવવામાં આવશે. આ સંસ્કારમાં ભાગ લેવા અગાઉથી નામ નોંધાવુ ફરજીયાત છે. જે વ્યવસ્થાના ભાગરુપે નામ નોંધાવવા માટે મહંત અશ્ર્વિનભાઇ રાવલ મો. નં. 98251 20978, રાહુલભાઇ જોબનપુત્રા મો. નં. 92650 66096 ઉપર નામ નોંધવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.