વાંકાનેર પાંજરાપોળ-ગૌશાળા વિપરિત પરિસ્થિતિમાં દાતાઓને દાનનો ધોધ વહાવવા આહવાન

શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત શાંતાબેન વનેચંદ અવિચળ મહેતા જીવદયા સંકુલ” દાયકા ગૌસેવા માટે કાર્યરત છે છેલ્લા ર૦ વર્ષથી ગૌવંશ,ગાય, બળદ,વાછરડા, વાછરડી, ભેંસ,બકરી સહિતનો નિભાવ અને સેવા સુશ્રુસા કરી રહી છે.  દરરોજનો સરેરાશ ૧૧રપ પશુધનનો નિભાવ કરાઈ રહયો છે. વહીવટી પાંખ છેલ્લા રર વર્ષથી એક જ કારોબારી કમિટિનાં હાથમાં સુકાન છે અને પાંજરાપોળના પ્રમુખપદે વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘન પ્રમુખ પૂર્વ સંસદસભ્ય શ્રી લલિતભાઈ મહેતા અને ઉપપ્રમુખ તરીકે રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ અને ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ દોશી રર વર્ષથી કાર્યરત છે.

પાંજરાપોળને છેલ્લા ત્રણ વર્ષમાં ર૮ લાખથી વધુની નુકશાની આવેલ છે અને દર વર્ષે ખર્ચ વધતો જાય છે.  લીલા સુકા ઘાસચારા, ખોળ,દાણ, ગોળનો ખર્ચ સતત વધતો જાય છે જેથી કરીને દેણુ પણ થઈ ગયેલ છે.  ત્યારે દેણુ ચૂકવવા માટે દાન અથવા દરમહિને થતો ૧૨ લાખનો ખર્ચ કાઢવો મુશ્કેલ છે.  છેલ્લા રર વર્ષમાં પશુધનને પાંજરાપોળમાં આશ્રય આપીને જીવદયાનું કાર્ય કરેલ છે.

જીવદયાપ્રેમીઓને ૧૬૭ વર્ષ જુની આ પાંજરાપોળ ચાલુ રહેવા સાથે ૧૧૦૦ જેટલા કાયમી સચવાતા પશુધનને નિભાવવા જીવદયા માટે ભંડોળ ફાળવવા અનુદાન આપવા દાતાઓને અપીલ કરાઈ છે.  સમાજનાં સુખી સંપન્ન પરિવારો-દાતાઓને નિભાવ ખર્ચ માટે સહયોગ આપવા ટહેલ નંખાઈ છે.  આ પાંજરાપોળ ગૌશાળામાં હાલ ૧૪૬ બળદ, ૪૩૮ ગાય, ર૩૬ વાછરડા, રર૯ વાછરડી, ૮-ભેંસ/પાડા/ઘેટા એક કુલ ૧૦પ૭ પશુધન નિભાવી, લીલું-સુકુ ઘાસ, ખોળ કપાસીયા, લાપસી, ગોળ આપી જીવદયા અને પશુરક્ષાનું કાર્ય કરવામાં આવે છે.  છેલ્લા ૨૦ વર્ષથી સરેરાશ દરરોજનાં ૧૦૦૦ થી વધુ પશુધન નિભાવવામાં આવેલ છે

પાંજરાપોળનાં મેદાનમાં દરરોજ સવારે સાંજે ર૦ કીલો જુવાર કબૂતરોના ચણ માટે નાખવામાં આવે છે.  દરરોજ ૪૦/પ૦ જેટલા કુતરાને રોટલા ખવડાવવામાં આવે છે.  ગકલભાઈ જેઠાભાઈ શેઠ ગીર ગાય ગૌશાળા આ પાંજરાપોળ-ગૌશાળાએ ગીરગાયોના જતન-સંવર્ધન માટે અલગ ગેોશાળા બનાવી છે.  ૩પ-૪૦ દુધ આપતી ગાયોના દુધમાં વધારો થતાં દરરોજ ૧૭પ-ર૦૦ લીટર દુધ મળે છે જે વાંકાનેરનાં નાગરિકોને સવારે સાંજે આપવામાં (ગાયનું ચોખ્ખુ દુધ) આવે છે.  ગીરગાયોનાં નમૂનેદાર ઉછેર કરી, ઉતમ ઓલાદની ગીરગાયો અહીં મળી શકે તેવું આયોજન કરેલ છે.  ગીર ગાયોના વાછરડા-વાછડીઓ માટે અલગ શેડ (પલાંસડી વીડમાં) બનાવેલ છે.

ધુ વિગત માટે શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત શ્રીમતી શાંતાબેન વનેચંદ અવિચળ મહેતા જીવદયા સંકુલ ફોન નં ૦ર૮ર૮-રર૦૮૭૪ મેનેજર અજય આચાર્ય મો૯૫૧૦૧૮૭૬૧૫ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.