Abtak Media Google News

કુળવધુએ ત્રાસથી કંટાળી જીવન ટુંકાવી લેવામાં સાસરીયા સામે ગુનો નોંધાયો ‘તો

વાંકાનેરમાં વર્ષ 2015 માં પરિણીતાએ આત્મહત્યા કરી હતી જે મામલે પતી જેઠ, જેઠાણી અને જેઠની પુત્રી વિરૂદ્ધ મરવા મજબુર કર્યા અંગેનો ગુનો નોંધાયો હતો જેમાં મોરબી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં રહેતી પરિણીતા નીતાબેન રાજેશકુમાર રાજવીર નામની મહિલાને તેના પતિ રાજેશ ઉર્ફે રાજેન્દ્રભાઈ ચુનીલાલ રાજવીર તથા તેના જેઠ રસિકભાઈ અને જેઠાણી જાસ્મીનાબેન તથા જેઠની દીકરી પૂજાબેન દ્વારા ઘરકામ, રસોઈકામ તથા સામાન્ય પ્રશ્ને અવાર-નવાર શારીરિક, માનસિક દુખ ત્રાસ આપી મરી જવા મજબુર કરતા તેઓના ત્રાસથી મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ ગત વર્ષ 2015 માં આપઘાત કરી લેતા સમગ્ર મામલે મહિલાનાં ભાઈ મુકેશભાઈ પ્રભુદાસભાઈ ગણાત્રા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલતા, મોરબી સેશન્સ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.

જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો તેમજ ફરીયાદી પક્ષે 50 દસ્તાવેજી પુરાવા અને 17 મૌખીક પુરાવા અને આરોપી પક્ષે 11 દસ્તાવેજી પુરાવા અને 4 મૌખીક પુરાવાને ધ્યાને રાખીને મોરબી સેશન્સ કોર્ટ દ્વારા મૃતક પરિણીતાના આરોપી પતિ રાજેશ રાજવીરને સાત વર્ષ સખ્ત કેદની સજા સંભળાવી રૂ.50,000 નો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા સંભળાવવા આવી છે. તેમજ મૃતક પરિણીતાના જેઠ ચાલુ કેસ દરમિયાન મૃત્યુ પામ્યા છે તેમજ જેઠાણી અને જેઠાણીની પુત્રીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.