Abtak Media Google News

Screenshot 8 14 ક્રિકેટ ઇઝ ધ મેન્ટલ ગેમ

બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને મુંબઈ ઈન્ડિયન્સને 62 રને પરાજય આપ્યો.ગુજરાત માટે શુભમન ગિલે 129 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી, જ્યારે મોહિત શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી.ગુજરાત સળંગ બીજી વખત ફાઈનલમાં પહોંચ્યું, આવતીકાલે ફાઈનલમાં તેનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલે ઝંઝાવાતી બેટિંગ કરી હતી. તેની તોફાની સદીની મદદથી ગુજરાતે મોટો સ્કોર નોંધાવ્યો હતો. બાદમાં બોલર્સે પણ લાજવાબ પ્રદર્શન કર્યું હતું અને ટીમને વિજય અપાવ્યો હતો. જોકે, મુંબઈના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે લડાયક બેટિંગ કરી હતી પરંતુ તે ટીમને હારમાંથી બચાવી શક્યો ન હતો.ઓપનર શુભમન ગિલની રેકોર્ડબ્રેક ઝંઝાવાતી સદી તથા મોહિત શર્માની ઘાતક બોલિંગની મદદથી ગુજરાત ટાઈટન્સ આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલમાં પહોંચી ગયું છે.

બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાતે જંગી સ્કોર નોંધાવ્યા બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમને 62 રને પરાજય આપ્યો હતો. હવે 28 મે રવિવારે રમાનારી ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સનો સામનો ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. ચેન્નઈએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. ગુજરાત ટાઈટન્સની આ બીજી આઈપીએલ સિઝન છે અને તે સળંગ બીજી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. અગાઉ પોતાની પ્રથમ સિઝનમાં જ તે ચેમ્પિયન બન્યું હતું.

શુભમન ગિલના 129 રનની મદદથી ગુજરાતે નિર્ધારીત 20 ઓવરમાં ત્રણ વિકેટે 233 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં મુંબઈની ટીમ 18.2 ઓવરમાં 171 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે 38 બોલમાં 61 રનની આક્રમક ઈનિંગ્સ રમી હોવા છતાં ટીમને પરાજયમાંથી બચાવી શક્યો ન હતો. ગુજરાત માટે બોલિંગમાં મોહિત શર્મા લાજવાબ પ્રદર્શન કર્યું હતું. તેણે 2.2 ઓવરમાં ફક્ત 10 રન આપ્યા હતા અને પાંચ વિકેટ ઝડપી હતી. જેમાં સૂર્યકુમાર યાદવની મહત્વની વિકેટ પણ સામેલ હતી.

ક્રિકેટ ઇતિહાસમાં શુભમન ગીલ દ્વારા જે રીતે બેટિંગ કરવામાં આવી તેનાથી એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગીલ નું ફોર્મ ખૂબ સારું છે અને તે ટેકનિકલી અત્યંત મજબૂત બેટ્સમેન છે. એટલું જ નહીં ક્રિકેટમાં કયા સમયે કેવી રીતે બેટિંગ કરવી તેની સેન્સ પણ એટલી જ છે અને ગઈકાલના મુંબઈ સામેના મેચમાં કોમેન્ટરો પાસે પણ એક પણ પ્રકારનો શબ્દ શુભમનગીલ ની રમત ને વર્ણવા માટેનો નહોતો. ત્યારે વન-ડે માટે અને ટેસ્ટ માટે ગીલ એકમાત્ર એવો સુપર સ્ટાર સાબિત થઈ રહ્યો છે કે જેને જોતા ક્રિકેટમાં ભારતનું ભવિષ્ય ખૂબ ઉજવળ છે.

ગોડ ઓફ ક્રિકેટ સચિન તો ગિલ બન્યો ક્રિકેટનો ‘પ્રિન્સ’

મુંબઇ ઇન્ડિયન્સ સામે જનજાવતી બેટિંગ કર્યા બાદ દિલને ચોમેર થી શુભેચ્છા સંદેશા મળી રહ્યા છે અને ક્રિકેટ જગતના જાતના ખેલાડીઓ દ્વારા તેને અભિનંદન પણ પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે ક્રિકેટમાં ગોડ તરીકે સચિનને જે ઉપનામ મળ્યું એવી જ રીતે દિલને પ્રિન્સ ઓફ ક્રિકેટ તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં શુભ મંદિર અનેક નવા આયામો સર કરે તેવી આશા અને ભરોસો પણ ખ્યાતના ક્રિકેટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સુભમન ગીલે જે ત્રણ સદી ફટકારી તે ખૂબ મોટો માઈલસ્ટોન ઊભો કર્યો છે .

શુભમન ગિલની ઝંઝાવાતી સદી સાથે અનેક નવા આયામો સર કર્યા

  • આઈપીએલની 16મી સિઝનમાં ઓરેન્જ કેપ મેળવનાર ગિલે અત્યાર સુધી 851 રન ફટકાર્યા હતા.
  • શુભમન ગિલ અને સાઈ સુદર્શને 138 રનની ભાગીદારી નોંધાવી હતી જે આઈપીએલ પ્લેઓફમાં ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે.
  • શુભમન ગિલે 10 સિક્સર ફટકારી હતી જે આઈપીએલ પ્લેઓફ ઈનિંગ્સમાં સૌથી વધારે છે.
  • ઇન્ડિયન પ્રીમિયર લીગની સોળમી સિઝનમાં ગીલે ત્રણ સેન્ચ્યુરી અને ચાર હાફ સેન્ચ્યુરી ફટકારી.
  • શુભમન ગિલ આઈપીએલમાં હાઈએસ્ટ સ્કોર નોંધાવવામાં બીજા ક્રમે આવી ગયો છે. લોકેશ રાહુલે 2020માં અણનમ 132 રનની ઈનિંગ્સ રમી હતી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ બીજી વખત ફાઇનલમાં પહોંચી

ગુજરાત ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સને હરાવી સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે ક્વોલિફાયર-2માં મુંબઈને 62 રનથી હરાવ્યું હતું. ટાઈટલ મેચમાં તેનો સામનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. ચેન્નાઈ 10મી વખત ફાઇનલમાં રમશે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ છેલ્લી વખત આઇપીએલમાં રમ્યા બાદ સતત બીજી ફાઇનલ રમશે. તેણે ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ગુજરાતની ટીમ ફાઈનલમાં ચેન્નાઈ પાસેથી પણ બદલો લેશે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે ક્વોલિફાયર-1માં હાર્દિક પંડ્યાની ટીમને હરાવી હતી.

ગુજરાતનું ઓલરાઉન્ડ પ્રદર્શન ચેન્નઈ ને ભારે પડી શકે છે

ગુજરાત ટાઇટન્સ તરફથી દરેક ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપવા માટે તૈયાર થઈ ચૂક્યા છે અને તે ફોર્મમાં પણ જોવા મળે છે ત્યારે બીજા ક્વોલીફાયર મેચમાં મુંબઈ સામે જે રીતે શુભમનગી લે તોફાની સદી ફટકારી તો સામે મોહિત શર્માએ પણ ધુઆ

ધાર બોલિંગ કરી મુંબઈની ટીમને હમપાવી દીધી હતી ઇન્ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા બાદ ગુજરાતની ટીમ મેચમાં પરત ફરી હતી અને પછી મુંબઈને એક પણ પ્રકારનો મોકો ફરી આપ્યો ન હતો.

કાલની ગુજરાત ટાઇટન્સની તોતિંગ જીત ચેન્નઈનો આત્મવિશ્વાસ ડગાવી દેશે ?

શુભમન દીલની તોફાની ઈનિંગ્સ ની સાથે ગુજરાત ટાઇટન્સ ની તોતિંગ જીત ચેન્નઈના આત્મવિશ્વાસને દબાવી દે તેવી ઘટના સામે આવી છે. ગુજરાત ટાઇટન્સ ના ઓલરાઉન્ડ પ્રદર્શન ના કારણે ચેન્નઈ માટે ગુજરાત માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. કારણકે ગુજરાત ટાઇટન્સ ના બેટ્સમેનો ફિલ્ડરો અને બોલરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દરેક વિપક્ષે ટીમ માટે અત્યંત ભારે પડે તેવું સાબિત થઈ રહ્યું છે ત્યારે આવતીકાલે રમાનારા ફાઇનલ મેચમાં ચેન્નઈ માટે માથાનો દુખાવો સાબિત થાય તો નવાઈ નહીં. મુંબઈ સામે જે રીતે ગુજરાતે શરૂઆતમાં પોતાની આક્રમકતા દાખવી હતી તેને જોઈને મુંબઈના બોલરોની રીધમ પણ બગડી ગઈ છે એવી જ રીતે ફાઇનલમાં પણ ચેન્નઈ સુપર કિંગસના બોલરો ઉપર ધોસ બોલાવવામાં આવે તેવું હાલ સામે આવી રહ્યું છે.

ચેન્નઈ સુપર કિંગ્સ માં જે રીતે ઋતુરાજ ગાયકવાડ અને અજિંગ કે રહાણે બેટિંગ કરી રહ્યા છે તે તેના માટે એક આધાર સ્તંભ સાબિત થઈ શકે છે પરંતુ ખરા અર્થમાં ગુજરાતના બોલરો સામે તેમને ટકવું મુશ્કેલ પડશે કારણ બેટ્સમેનોની સાથે બોલરો પણ જે લઈ માં જોવા મળ્યા છે તેનાથી ચેન્નઈની બેટિંગ લાઇન અપ વિખાઈ જાય તો નવાઈ નહીં.આવતીકાલે ચેન્નઈ સુપર કિંગ્સ તેનો પાંચમો આઇપીએલ ટાઈટલ જીતવા મેદાને ઉતરશે તો બીજી તરફ ગુજરાત ટાઇટન્સ તેનું બીજું ટાઈટલ જીતવા ચેન્નઈ સામે બાદ ભીડ છે પરંતુ છેલ્લા ઘણા મેચોની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ ની સ્થિરતા અને તેની કંસિસ્ટનસીપક્ષી ટીમ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.