Abtak Media Google News

વાંકાનેરના જિનપરા જકાત નાકા પાસેથી ચોરાઉ બાઈક સાથે શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં આ શખ્સની પૂછપરછ કરતા તેને ૫ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.જેની પોલીસે નોંધ લરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના જિનપરા જકાત નાકા પાસેથી મુન્નાભાઈ બાબુભાઇ રુદતલા ઉ.વ.૨૩ રહે. તરકિયા તા. વાંકાનેર વાળા પાસેથી ચોરીનું બાઈક મળી આવ્યું હતું.

જેથી પોલીસે તેની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ કરતા તેને અન્ય ચાર બાઇકની ચોરી કરી હોય અને તે તમામ બાઈક તેની વાડીએ સંતાડેલા હોવાની કબૂલાત આપી હતી. કબુલતના આધારે પોલીસે વાડીએ જઈને તપાસ કરતા ત્યાંથી ચાર બાઈક મળી આવ્યા હતા. પોલીસે આરોપીની અટક કરીને રૂ.૧.૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.