Abtak Media Google News

કુલ નોંધાયેલા ૩૭૦૦ ખેડૂતોમાંથી ૨૨૦૦ ખેડૂતોએ ટેકાના ભાવનો લાભ લીધો

મોરબીમાં રાજ્ય સરકાર દ્વારા ગત માસથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૭૦૦ ખેડૂતો નોંધાયા છે. હાલ ૨૨૦૦ ખેડૂતોએ ટેકાના ભાવનો લાભ લઈને પોતાની ૩૪ હજાર કવિન્ટલ ચણાનું વેચાણ કર્યું છે.

મોરબી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ગત તા. ૫ એપ્રિલથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ અંગે મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયાએ જણાવ્યું કે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે કુલ ૨૨૦૦ ખેડૂતોની નોંધણી થઈ છે. અને દરરોજ ૧૦૦ ખેડૂતોની ચણાની ખરીદીનો લક્ષયાંક રાખવામાં આવ્યો છે.

વધુમાં તેઓએ ઉમેર્યું કે અત્યાર સુધીમાં કુલ ૨૨૦૦ ખેડૂતોના ચણાની ખરીદી થઈ છે. અને ૩૪ હજાર કવિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવી છે. હજુ પણ ટેકાના ભાવે ખરીદી ચાલુ જ છે. નોંધાયેલા તમામ ખેડૂતોના ચણાની ખરીદી કરવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.