Abtak Media Google News

મોરબી એલ.સી.બી.એ જામકંડોરણાના ખજુરડા ગામે ઝડપી લીધા

વાકાનેરના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ/ધાડના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી પકડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ હતો.

કેસની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારના ક્રિષ્ના પેટ્રોલ પંપના લૂંટ કેસનો એક આરોપી દિનેશ મોતીભાઇ ભુરીયા મૂળરહે.ઉબેરાઉ તા.રાણાપુર જી.જાબુંઆ (એમ.પી.) હાલ.રહે. ખજુરડા ગામ શિવશકિત હોટલ પાસે તા.જામકંડોરણા જી.રાજકોટ જે ઉપરોક્ત લૂંટ/ધાડ કેસમાં છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો હોય  તે આરોપીને મોરબી એલસીબી/પેરોલ સ્ક્વોડ દ્વારા પૂર્વ બાતમીને આધારે રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.