Abtak Media Google News

ફેસબૂક હવે ટ્વીટર કરતા પણ મોંઘું થયું: રૂપિયા આપી મળશે બ્લૂ ટીક અને ઘણા ફાયદાઓ

વર્ષ-2020-2021ના વર્ષમાં ફેસબૂકે રિલાયન્સમાં 9.99 ટકાનો હિસ્સો ખરીદ્યો હતો. પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે ફેસબુક અને વોટ્સએપ ભારતમાં જે રીતે પોતાના વપરાશકર્તાઓમાં વધારો કર્યો પરંતુ સામે જે કંપનીને આવક થવી જોઇએ તે થઇ શકતી ન હતી. જેના માટે ફેસબુકે રિલાયન્સનો સહારો લીધો હતો. એટલું જ નહિં ભારતમાં પોતાની આવક વધારવા માટે ફેસબુકે વોટ્સએપને હસ્તગત કર્યું હતું. છતાં પણ જે આવક મળવી જોઇએ તે આવક મળી ન હતી. ત્યારે ફરી એક વખત હવે ફેસબૂકમાં બ્લૂટીક મેળવવા માટે વપરાશકર્તાઓએ પૈસા ચૂકવવા પડશે એટલું જ નહિં ટ્વીટરની સરખામણીમાં ફેસબુક ફરી મોંઘુ સાબિત થયું છે.

ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામમાં બ્લૂ ટિક માટે પૈસા ચૂકવવાની જાહેરાત મેટા કંપની દ્વારા કરવમાં આવી છે.માર્ક ઝૂકર બર્ગે જણાવ્યું છે કે ફેસબૂક ના માલિક માર્ક જુગર બર્ગે જાહેરાત કરી છે કે હવે ફેસબૂક માં મેટા વેરીફાઇડ નામની સુવિધા મળશે કે જેના દ્વારા દરેક વપરાશ કરતા ને ફક્ત સરકારી ઓળખના આધારે જ બ્લુટીક મળશે. વેરીફાઈડ સર્વિસનો લાભ મેળવવા માટે યુઝરની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જરૂરી છે.

વેરીફાઈડ એકાઉન્ટ માટે સરકારી ઓળખ સાથે જ બ્લૂ ટીકની સુવિધા અને બીજા ફાયદાઓ પણ મળશે જેના માટે હવે પૈસા ચૂકવવા પડશે. જેનું મુખ્ય કારણ ફેસબૂક પર સુરક્ષા વધારવાનું છે વધુમાં તેઓ જણાવ્યું હતું કે ફેસબૂક દ્વારા આ પહેલી એવી સુવિધા છે કે જેમાં ફક્ત ફેસબૂક જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામમાં પણ આ સેવાનો લાભ લેવા માટે વપરાશકર્તા એ ગવર્મેન્ટ આઈડી પ્રુફ થી ઓળખ આપવી ખૂબ જ જરૂરી બનશે.

આ સેવાનો લાભ લેવા માટે યુઝરે જ્યારે પોતાની ઓળખની રજૂઆત મેટા પાસે કરે છે ત્યારે મેટા તેનું નામ અને ફોટો ગવર્મેન્ટ આઈડી પ્રમાણે જ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ નું નામ અને ફોટો રાખે છે એક વખત આ વેરીફાઈ થયા પછી યુઝર તેમાં પ્રોફાઈલ નામ તારીખ કે ફોટો વેરિફિકેશનની પ્રક્રિયા બીજી વખત કર્યા સિવાય બદલી શકતા નથી.એટલે હવે ક્રિકેટર, હસ્તીઓ, કંપનીઓ અને ખ્યાતનામ પેઇજને પણ સરકારી ઓળખ આપ્યા બાદ પૈસા ખર્ચીને જ બ્લૂ ટિક મળશે.

આ સેવા માટેના જો ખર્ચની વાત કરવામાં આવે તો હવે ફેસબૂકની સેવા ટ્વિટર કરતા પણ મોંઘી થઈ છે કે જેમાં એન્ડ્રોઇડ વપરાશ કરતા હોય મહિને લગભગ 900 અને જ્યારે એપલ ફોન ધારકોએ 1150 જેટલો શુલ્ક ચૂકવવો પડશે. આ સાથે જે વાર્ષિક પ્લાનની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ વપરાશકર્તાઓએ 6000 રૂપિયા ચુકવવાના રહેશે. આ સેવા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં  શરૂ થઈ રહી છે. તેમજ ફ્કત 18 વર્ષથી ઉપરના યુઝર માટે જ આ સબસ્ક્રિપ્શન લાગુ પડશે તેમજ ઓનલાઇન બિઝનેસ ધારકો માટે હજુ આ સેવા શરૂ કરવામાં આવી નથી. આ સાથે જે યુઝર છે પહેલેથી જ એટલે કે 19 ફેબ્રુઆરી પહેલા એકાઉન્ટ વેરિફિકેશન માટેની પ્રક્રિયા કરી લીધી હશે તેને મેટા વેરીફાઇડ સેવાના લાભ માટે નોંધપાત્રતા મળશે.

મેટા વેરીફાઇડ સુવિધા અંતર્ગત વપરાશકર્તાને ઘણા ફાયદાઓ મળશે જેમ કે ઓનલાઇન રીલ બનાવતા અને ઈનફ્લુએન્ઝર  ને ખાસ કરીને કસ્ટમર સપોર્ટ મળશે આ સાથે ખૂબ સારી રીતે સચોટતાથી સર્ચ માટેના વિકલ્પો તેમજ 100 મફત સ્ટાર (ડિજિટલ કરન્સી) સાથેના સબ્સ્ક્રાઇબર પણ મળશે. આ સાથે રીલ અને સ્ટોરીઝ માટે સ્ટીકરનો વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.