Abtak Media Google News

સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવી છે…

1200 900 19279253 Thumbnail 16X9 Y

Advertisement

 સોમનાથમાં આવેલા સૌપ્રથમ જ્યોતિર્લીંગનું માહત્મ કઈક વિશેષ છે અને શ્રવણ માસમાં ભગવાન શિવનું અનેરું મહત્વ છે. તેવા સમયે લોખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા સોમનાથ પહોચે છે, ત્યારે ત્યાં શ્રદ્ધાળુઓને અવ્યવસ્થાનો સામનો ન કરવો પડે તે હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક વ્યવ્સ્થોને આકાર આપવામાં આવ્યો છે.

સોમનાથ ટ્રસ્ટના અંદાજ મુજબ આ શ્રવણ માહિનામાં યાત્રીઓની સંખ્યા ગત વર્ષ કરતાં નોંધપાત્ર માત્રામાં વધવાની સંભાવના છે. સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમોનું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે. શ્રદ્ઘાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે.

સોમનાથમાં આવેલા શંખ સર્કલથી સોમનાથ આવતા માર્ગને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા હેઠળ વન વે કરવામાં આવ્યો છે. આવનાર વાહનો પાર્કિગમાંથી પાછળના ભાગે સદભાવના ગ્રાઉન્ડ તરફના માર્ગ પરથી બહાર નીકળશે. પાર્કિંગમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાંથી લોકોને સૂચનાઓ તેમજ મંદિર સુધી જવા માટે નિ:શુલ્ક વાહન વ્યવસ્થા કરી આપવામાં આવશે.

મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટવાનો અંદાજ હોય સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે જે યાત્રીઓને કોઈપણ મદદ માટે માર્ગદર્શન પૂરું પાડશે. વૃદ્ઘો અને દિવ્યંગો માટે વ્હીલ ચેર પણ પૂરી પાડવામાં આવશે. તેમજ અહીંથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. પ્રવેશ વ્યવસ્થા એ રીતે રાખવામાં આવી છે જેમાં યાત્રીઓને પ્રથમ પોતાનો સામાન કલોક રૂમમાં જમા કરાવી દર્શનની લાઈનમાં જવાનું રહેશે. તેમજ આ લાઈનમાં જ નિ:શુલ્ક જૂતાંઘર વ્યવસ્થા પણ છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી વધુ માત્રામાં પ્રસાદી અને પૂજાવિધિ કાઉન્ટર ઊભા કરાયા છે. નિશુલ્ક ભોજનાલયની કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરની એન્ટ્રી અને  એક્ઝિટ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ બનાવવામાં આવ્યા છે. જેનાથી વરસાદ અને તડકાની પરિસ્થિતિમાં યાત્રીઓને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું છે.

મંદિરમાં જઈ રહેલ લોકો શ્રાવણ માસમાં ઓમ નમઃ શિવાયની માળા અને જાપ કરી શકે તે માટે દિગ્વિજય દ્વાર સામે મંત્ર જાપ કુટીરની વ્યવસ્થા સરદારશ્રી પ્રતિમા નજીક ગોઠવવામાં આવી છે. શ્રદ્ઘાળુઓને પીવાના પાણી માટે ફિલ્ટર પાણીની પરબ ગોઠવવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.